વેરાવળ કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે. કોરોના વાયરસ ન ફેલાય તે માટે દેશભરમાં લોકડાઉન અમલમાં છે. ગીર સોમનાથ જિલ્લામા લોકડાઉન દરમ્યાન આવશ્યક ચીજ વસ્તુઓના ૬૬૯૧ ધંધાર્થીઓને લોકડાઉન મુક્તિ પાસ ઈસ્યુ કરાવામાં આવ્યા છે.
ગીર સોમનાથ જિલ્લામા દુધના-૧૨૯, મેડીકલના-૭૩૬, દુકાનના-૧૦૯૦, બેન્ક/ઈન્સ્યુન્સ/ફાઈન્સાસ-૧, ટેલીકોમ-૧૦૭, ઈકોમર્સ ડિલીવરીના-૨૫, પેટ્રોલ/ડિઝલ/ગેસ પંપના-૨૪૦, ખાનગી સિક્યુરીટી એજન્સીના-૧૬ અને અન્યના-૪૩૪૭ સહિત જિલ્લામાથી ૬૬૯૧ લોકડાઉન મુક્તિ પાસ ઈસ્યુ કરવામાં આવ્યા હતા. જેમાં વેરાવળ તાલુકામાંથી-૩૩૪૨, તાલાળા તાલુકામાંથી-૭૭૯, સુત્રાપાડા તાલુકામાંથી-૧૫૩, કોડીનાર તાલુકામાંથી-૭૦૨, ઉના તાલુકામાંથી-૧૩૧૩ અને ગીરગઢડા તાલુકામાંથી-૪૦૨ લોકડાઉન મુક્તિ પાસ ઈસ્યું કરાયા હતા.