પાટણ: દસેક દિવસથી વરસાદે વિરામ લિધાબાદ પણ રાધનપુરના નર્સરી વિસ્તારમાં ભરાયેલ પાણીનો નિકાલના થતા પરીવારો મુશ્કેલીમાં..

Latest Patan
રિપોર્ટર: ભરત સથવારા,પાટણ

તંત્ર દ્વારા પાણીના નિકાલનો માર્ગ બંધ કરતા પંદર દિવસથી પાણીમાં રહેતા લોકો

રાધનપુર માં બેઢેલા સરકારી બાબુઓ પ્રજાને પડતી પરેશાનીથી જાણે અજાણ હોય તેમ લગભગ દસેક દિવસથી વરસાદે વિરામ લિધો હોવા છતા નગરના વડપાસર તળાવ નજીક આવેલ નર્સરી વિસ્તારમાં પાંચ ફુટ જેટલા પાણી ભરાયેલા છે જેના નિકાલ બાબતે તંત્ર દ્વારા કોઈજ નક્કર કામગીર હાથ ધરવામાં ના આવતા મોટાભાગના પરીવારો પોતાના મકાન છોડીને રસ્તા ઉપર રહેવા મજબુર બન્યા છે. રાધનપુર નગરના વડપાસર તળાવનું પાણી પહોંચાડતી કેનાલ નજીક આવેલ નર્સરી વિસ્તારમાં પંદર દિવસથી પાણી ભરાયેલા છે . અહી રહેતા પચાસેક પરીવારને ઘરની બહાર નીકળવું હોય તો પાંચેક ફૂટ પાણીમાંથી પસાર થવું પડે છે . આ વિસ્તારમાં ભરાયેલ પાણીના નીકાલની તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં ના આવતા મોટાભાગના લોકો પોતાના ઘરબાર છોડીને રસ્તા ઉપર રહેવા મજબુર બન્યા છે . વિસ્તારમાં ભરાયેલ પાણીને કારણે રાત્રે ઝેરી જીવ જતુનો ત્રાસ વધ્યો હોવાનું લોકોએ જણાવ્યુ હતું . જયારે આ વિસ્તારમાંથી નગર પાલીકામાં ચૂંટાયેલા હરદાસ ભાઈ આહીર ના જણાવ્યાનુસાર વરસાદી પાણી અને તળવાનુ વધારાનું પાણી નકાળવા માટે ગટરની કામગીરી છેલ્લા પાંચેક વરસથી ચાલી રહી છે , જયારે તળાવનું વધારાનું પાણી નીકાલ કરવા માટેની ગટર જવાબદાર અધિકારીઓ દ્વારા બંધ કરાવેલ છે જેના કારણે આજે આ વિસ્તારના લોકો પાણીમાં રહેવા મજબુર બન્યા છે . અને આ વિસ્તારમાં ભરાયેલ પાણીના નિકાલ બાબતે અમોએ પ્રાત અધીકારીને લેખીત રજુઆત કરી છે જયારે નગર પાલિકાના ચિફ ઓફીસર આ વિસ્તારના લોકોને પડતી હાલાકી બાબતે આંખ આડા કાન કરતા હોવાનું પણ હરદાસભાઈએ જણાવ્યુ હતુ . વરસાદ પડ્યો ત્યારથી અમારા વિસ્તારમાં અને ઘરોમાં પાણી ભરાયેલા છે થોડા દિવસ અગાઉ નવિ બનાવેલ ગટર દ્વારા પાણીનો નીકાલ કરવામાં આવ્યો હતો પરંતુ કેટલાક સાહેબોએ આવીને ગટરનું નાકુ બંધ કરતા પાણીનો નિકાલ બંધ થયેલ છે જેના કારણે અમે પાણીમાં રહેવા મજબુર બન્યા હોવાનુ અહી રહેતા અમરશીભા થાડકીયાએ જણાવ્યું હતું . તળાવનું વધારાના પાણીના નીકાલ માટે નવીન ગટર બનાવવામાં આવી છે જયારે ગટરના નાકા ઉપર કોન્ટ્રાકટર દ્વારા ગેટ મુકવામાં ના આવતા તળાવનું પાણી બીજા વિસ્તારોમાં ઘુસી જવાના ભયથી તંત્ર દ્વારા ગટર બંધ કરવામાં આવી હોવાનું પણ લોકોએ જણાવ્યુ હતુ . ગટર પર ગેટ નાંખે પછી પાણીનો નીકાલ થશે .. નગર પાલીકાના ઈજનેરે જણાવ્યુ હતુ કે તળાવનું વધારાનું પાણીના નીકાલ માટે નવિન ગટર બનાવવામાં આવી છે પરંતુ તળાવને પાણે પુરી પાડતી કેનાલ પાસે ગટરની શરુઆત થાય છે ત્યાં કોન્ટ્રાકટર દ્વારા ગેટ બનાવવામાં આવેલો નથી અને ગેટ બનશે પછી પાણીના નિકાલ કરવામાં આવશે તેવુ પાલીકાના ઈજનેર વિક્રમભાઈએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *