રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાણીપરા પ્રાથમિક શાળાના શિક્ષક નમિતાબેન મકવાણા અનેક એવોર્ડ થી સન્માનિત
વિદ્યાર્થી એક કોરું કેનવાસ છે તેમાં રંગબેરંગી સંસ્કાર રૂપી રંગોનું સિંચન કરવું શિક્ષક નું કામ : નમિતાબેન ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણે તેમના જન્મદિનને દેશના શિક્ષકોને સમર્પિત કર્યો છે અને ત્યારથી ૫ સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવાય છે, નર્મદા જિલ્લાના અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા જેમ નર્મદા જિલ્લામાં રાણીપરા પ્રાથમિક શાળાના શિક્ષક નમિતાબેન મકવાણા તેમજ સાગબારા તાલુકાના ભોરમલી શાળાના શિક્ષક ખોદજી ઠાકોર ને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા હતા.
નમિતા બેન મકવાણાએ શિક્ષકદિન નિમિત્તે તેમને મળેલ બહુમાન બદલ ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે શિક્ષક નિષ્ઠાવાન અને કર્મશીલ હોવો જોઈએ બાળક એ કાચી માટી જેવો હોય છે તેને સુંદર ઘાટ આપવો એ શિક્ષક નું કાર્ય છે ઉપરાંત બાળક કોરા કેનવાસ જેવું હોય છે તેની ઉપર રંગબેરંગી ચિત્રો બનાવી તેના જીવન નું ઘડતર કરવું શિક્ષક ના હાથમાં છે ઉપરાંત નમીતા બેન મકવાણાએ અન્ય ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે મોરારીબાપુ દ્વારા સમગ્ર ગુજરાત ના વિવિધ જિલ્લાઓના શ્રેષ્ઠ શિક્ષક ને એવોર્ડ આપવામાં આવે છે જાન્યુઆરી ૨૦૨૦માં ચિત્રકૂટ એવોર્ડ પણ તેમને મળ્યો છે અગાઉ શિક્ષક ભૂષણ રાષ્ટ્રીય એવોર્ડ થી પણ તેમને બહુમાન મળ્યું છે બાળકો ના ઘડતર સાથે તેઓ સામાજિક કાર્યોમાપણ જોતરાયેલ રહે છે ઉપરાંત દેશની ૫૧ પ્રતિભાશાળી મહિલાઓ માં પણ નમીતાબેન મકવાણા નો સમાવેશ થાય છે.