રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા તાલુકા ના કડીયાળી ગામ ના સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન દાર મહેશભાઈ હિરાણી દ્વારા થતી ગેરરીતિ,જ્થ્થો ઓછો આપવો,બી.પી.એલ,એ.એ.વાય કાર્ડધારક ને ખાંડ આપેલ નથી, ગામમાં કોઈ પણ ગ્રાહક ને અત્યાર સુધી બિલ ન આપવુ, કોવિડ-૧૯ મહામારીમાં સરકાર તરફ થી જે મફત અનાજ આપવામાં આવેછે તે અમુક ગ્રાહક ને જ આપવામાં આવેછે,તો યોગ્ય તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરવી,ઉપરોક્ત વિષય બાબત અમરેલી કલેક્ટરને અને જિલ્લા પુરવઠા અધિકારીને તેમના સરકારી ઈ-મેઈલ પર પ્રુફ સાથે ફરીયાદ કરેલ હતી. તે ફરીયાદ ને યોગ્ય ધ્યાને લેતા કલેક્ટર અને ડી.એસ.ઓ સાહેબની સૂચના થી આજ રોજ-તારીખ ૦૫/૦૯/૨૦૨૦ રાજુલા મામલતદાર અને તેમની તપાસ ટીમ અમારા ગામ કડીયાળી પર તપાસ પર આવેલ અને ગ્રાહકના નિવેદનને આધારે હાલ તપાસ ચાલુ છે.