બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યના સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૫ દિવસ પહેલા પુષ્કળ માત્રામાં પાણી છોડવામાં આવ્યું હતું જેને લઇને ગરુડેશ્વર પાસે નર્મદા કિનારે આવેલ ઇન્દ્રવર્ણા ગામના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા જેને લઇને ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું હતું તથા ગામમાં કેટલાક ઘરોને નુકસાન પહોંચ્યું હતું જેને લઇને ઇન્દ્રવર્ણા ગામના લોકો હાલમાં બેઘર બન્યા છે અને મુસીબતમાં પોતાનું જીવન ગુજારી રહ્યા છે મહત્વની વાત તો એ છે કે આજે આ સમસ્યાને ચાર દિવસ થવા આવ્યા છે તેમ છતાં પણ વહીવટીતંત્ર વિભાગના કોઈપણ અધિકારીએ આજદિન સુધી આ ખેડૂતોની મુલાકાત લીધી નથી.