ભાવનગર: શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોને કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો.

Bhavnagar
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

શિક્ષક દિન નિમિત્તે ભાવનગર જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે વિશેષ કામગીરી કરી હોય તેવા ૬ શિક્ષકો તથા જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા મદદરૂપ થનાર ૨૨ શિક્ષકોને કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોમાં પટેલ ભરતકુમાર, પરમાર મહેશભાઈ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોમાં દવે સંજયભાઈ, બારૈયા હરજીભાઈ, મકવાણા પરસોત્તમ ભાઈ તથા પાલ યતીનકુમાર નું ચેક, શાલ, તથા પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

સમગ્ર ગુજરાતમાં ભાવનગરના શિક્ષકોએ કોરોના અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરી છે તેમ જણાવી સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે ભારતના ભાવિની જવાબદારી સુપેરે નિભાવવા બદલ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી સમયમાં પણ ભારતની સંસ્કૃતિ જીવંત રાખવાની તથા ભારતને ધબકતું રાખવાની જવાબદારી શિક્ષકો બખૂબી નિભાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

કોરોના સંક્રમણને અટકાવવાની કામગીરીમાં ભાવનગરના શિક્ષકોએ સામે ચાલીને લોકોને ઘરે ઘરે જઈ જાગૃત કરવાની તૈયારી દર્શાવી હતી જે કામગીરીને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરુણ કુમાર બરનવાલે આવકારી હતી અને જણાવ્યું હતું કે રાજ્યમાં ભાવનગર એકમાત્ર જિલ્લો છે કે જ્યાં શિક્ષકોએ કોરન્ટઇનમાં રહેલ ૩૦,૦૦૦ જેટલા લોકોના ફોલો અપની તથા હોમ આઇશોલેશનમાં સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓની વિડીયોકોલના માધ્યમથી પ્રાથમિક અહેવાલ અંગેની કામગીરી બખુબી બહાર પાડી હોય. શિક્ષકોના સહયોગથી તંત્ર પર કામગીરીનું ભારણ હળવું થયું જે બદલ સૌ શિક્ષકો અભિનંદનને પાત્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *