મોરબી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હળવદ શાખામા અભ્યાસ વર્ગ યોજાયો.

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જગત મા છેલ્લા 68 વર્ષ થી કાર્યરત છે . શૈક્ષણીક તેમજ રાષ્ટ્ર્ હિત કાર્યો માટે અગ્રેસર રહી પુરા ભારત ભર મા કામ કરતુ વિશ્ર્વ નુ સૌથી મોટુ વિદ્યાર્થી સંગઠન છે. પુરા ભારત ભર મા ૪૫૦૦ થી વધુ સ્થાનો પર દેશના દરેક જિલ્લા કેન્દ્રો પર અને દેશ ની દરેક યુનિવર્સીટી મા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સક્રીય છે.

વિદ્યાર્થી મા રહેલી રાષ્ટ્ર્ ભાવના,મૌલિક શક્તિ બહાર લાવવા માટે અને તેમના સર્વાગીં વિકાસ થાય તે હેતુ થી વર્ષ દરમિયાન વિવિધ પ્રકાર ના કાર્યક્રમ નુ આયોજન કરતુ હોય છે. દરેક નવા અભ્યાસ સત્ર ની શરુઆત મા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દરેક શાખા મા કાર્યકર્તા ના પ્રશીક્ષણ માટે અભ્યાસ વર્ગ યોજવામા આવે છે. જેમાં આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શાખામા અભ્યાસ વગઁ યોજાઈ ગયો.જેમા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની સૈધ્ધાંતિક ભૂમિકા , આદર્શ શાખા , આંદોલન , જ્ઞાન , ચારિત્ર્ય , એકતા , પરિસર પ્રભાવ , કાર્યક્રમ થી કાર્યકર્તા પ્રાપ્તિ અને તેમનો વિકાસ , સંપર્ક , પ્રવાસ બેઠક અને નિર્ણય પ્રક્રિયા ,અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની વિશિષ્ટ કાર્ય પધ્ધતિ વગેરે વિષય કાર્યકર્તા સમક્ષ મુકવામા આવ્યા હતા.આજે શાખા ની ટીમ ની ઘોષણા કરવામા આવી. જેમાં નગર મંત્રી તરીકે દિપક ભાઈ પરસિયા નેતુત્વ નું ૧ વર્ષ સફળતા પૂર્વક પુણ કર્યું. ત્યારે આજ રોજ નવા મંત્રી તરીકે લકીરાજ સિંહ ઝાલા અને નગર મહામંત્રી જવાબદારી દેવભાઈ દવે અને સનીભાઈ પરીખ ની નિમણૂક કરવામાં આવી છે.જેથી કાર્યકર્તા વર્ષ દરમ્યાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્ર હિત વિચાર સાથે કાર્ય કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *