પાટણ: ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા સી.આર. સી ના સૌથી વધુ બાળકોને પ્રતિભાશાળી સર્ટિફિકેટ મળ્યું.

Patan
રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર

ઊંઝા તાલુકા ના બ્રાહ્મણવાડા સીઆરસી મા ચાલુ વર્ષે આખા તાલુકામા સૌથી વધુ વિદ્યાર્થીઓ ને પ્રતિભાશાળી સર્ટિફિકેટ તેમજ બે રાજ્ય કક્ષાએથી પ્રાપ્ત થયા છે જેમાં ધોરણ ૫ માં ૩૧ , ધોરણ ૬ માં ૨૫ તેમજ ધોરણ ૭ માં ૧૩ સર્ટી મળી કુલ ૬૯ સર્ટિફિકેટ મળવા પામેલ છે , બ્રાહ્મણવાડા શાળા નં ૨ ના કુલ ૧૯ બાળકો , કામલી શાળા ના ૨૬ બાળકો , તાલુકા શાળા ના ૧૪ બાળકો , વરવાડા શાળા ના ૬ બાળકો , ટુંડાવ શાળા ના ૨ બાળકો અને વિશોળ અને ધર્મપુરા શાળા ના એક એક બાળક ને આજના પવિત્ર શિક્ષક દિને આ પ્રતિભાશાળી એવોર્ડ મળ્યો હતો આ પ્રસંગે બ્રાહ્મણવાડા સીઆરસી અલ્પેશ શ્રીમાળીએ તમામ બાળકો ને શુભેચ્છાઓ આપી હતી અને આગામી સમય માં હજી પણ વધુ વિદ્યાર્થીઓ આ સન્માન મેળવે તેવી આશા વ્યક્ત કરી હતી તેમજ તમામ શાળા ના આચાર્ય તેમજ સ્ટાફ ને અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *