રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
તાજેતરમાં બોડેલીના નાયબ કલેક્ટર શિવાની ગોયલ મેડમની ડભોઇ ખાતે બદલી થતાં તેઓએ ડભોઇ -દર્ભાવતિ ના કલેકટર તરીકે નો ચાર્જ સંભાળેલ છે ત્યારે ડભોઇ દર્ભાવતી ના નાગરિકોને સ્વચ્છ ,સુઘડ ,પારદર્શક વહીવટ મળે તે માટે આજરોજ જાગૃત પત્રકારોએ તેમની શુભેચ્છા મુલાકાત લીધી અને તેમને આવકાર- શુભેચ્છાઓ આપી હતી. તેમજ નગરના નાગરીકોના કામો સરળતાથી થાય અને દભૉવતી નો ખૂબ સારી રીતે વિકાસ થાય તેવી ચર્ચાઓ કરી હતી .સદર શિવાની ગોયલ મેડમે ખૂબ જ નાની ઉંમરમાં ૨૦૧૭ માં યુ.પી.એસ.સી ની પરીક્ષા સમગ્ર દેશમાં ૧૭ માં રેંક સાથે પાસ કરેલ અને તેઓ બોડેલી ખાતે નાયબ કલેકટર તરીકે નિમણૂક પામેલ હતા. ડભોઇ- દર્ભાવતિ ના યુવાનો અને ખાસ કરીને યુવતીઓ તેમની શૈક્ષણિક કારકિર્દીમાંથી પ્રેરણા લઈ આવી પ્રગતિ કરે અને આવા ઊંચા કારકિર્દી ના શિખરો સર કરે તે માટે ડભોઇ- દર્ભાવતિ ના નાયબ કલેકટર શિવાની ને રોલ મોડલ બનાવી સતત મહેનત કરે તેવી ચર્ચાઓ આ મુલાકાત સમયે કરવામાં આવી હતી .સદર આ શુભેચ્છા મુલાકાતમાં પંચમહાલ મિરર અને ગુજરાત નેશન ટી.વી ન્યુઝ ના નિમેષ સોની પણ સામેલ થયા હતા.