રિપોર્ટર: સુરેશ પગી,કડાણા
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
લુણાવાડા તાલુકામા બ્રાઈટ વિદ્યાલય ખાતે શિક્ષક દિન નિમિત્ત નો મહીસાગર જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ આયોજન કરવામાં આવ્યું હતું. ૫ મી સપ્ટેમ્બર ને શિક્ષક દિનની તરીકે ઓળખવામાં આવે છે. મહીસાગર જિલ્લાના સર્વ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ઉચ્ચ અધિકારીઓના હસ્તે ઇનામ નુ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સમારોહ ના મુખ્ય મહેમાન પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ.લુણાવાડાના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક.સંતરામપુર ના ધારાસભ્ય કુબેરભાઈ ડીડોર.બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચોહાણ તેમજ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી અને કલેકટર આર.બી.બારડ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી મહીસાગરના પી.એન.મોદી ઉપસ્થિત રહ્યા હતા. આમ મહીસાગર જિલ્લામા જિલ્લા કક્ષા નો શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ કોરાના વાયરસ ની બિમારીને ધ્યાનમાં રાખી તેમજ સોશિયલ ડિસ્ટન્સ નુ પાલન કરીને આયોજન કરવામાં આવ્યું હતું.