રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ખેડુતોને તાત્કાલીક વળતર સહિત ખેડુતોના દેવા અને પાક લોનના વ્યાજ માફ કરવાની ધારાસભ્ય પી.ડી. વસાવાની માંગ: મુખ્યમંત્રીને પત્ર લખી ખેડુતોને આ કુદરતી આફત માથી ઉગારવા કરી રજુઆત અતિભારે વરસાદ અને કરજણ તથા નર્મદા ડેમ માંથી વિપુલ પ્રમાણમાં પાણી છોડતા નર્મદા તેમજ કરજણ નદીના કિનારે આવેલા ગામોના ખેડુતોના ખેતરોમાં પાણી ઘુસી જતા ખેડુતોના ઉભા પાકમાં થયેલ નુકશાનનું તાત્કાલિક વળતર ચુકવવા સહિત ખેડુતો ના દેવા અને પાક લોન ના વ્યાજ માફ કરવાની માંગણી સાથે નાંદોદ ના ધારાસભ્ય પી ડી વસાવા એ મુખ્યમંત્રી ને પત્ર લખી આ ખેડુતો ને કુદરતી આફત માથી ઉગારવા રજુઆત કરી છે.
નર્મદા ડેમ તેમજ કરજણ ડેમ માંથી વધારે પ્રમાણમાં પાણી છોડાતા નર્મદા,કરજણ નદીના કાંઠા વિસ્તારમાં આવેલ નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર, નાંદોદ અને તિલકવાડા તાલુકાના નીચે જણાવેલ ગામોના ખેડુતોના ખેતરોમાં પાણી ઘુસી જતા કપાસ,કેળા,શેરડી,દિવેલા, બાજરી, જુવાર, તુવર,પપૈયા જેવા પાકોને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. જેથી ખેડૂતોને રોવાનો
વારો આવ્યો છે.ત્યારે આ ગામોના ખેડુતોનું જીવન ખેતી પર જ નિરભર છે. બીજી કોઈ આવક કે ધંધો ન હોવાને કારણે તેમની કફોડી હાલત છે.ખેડુતોને આવી મુશ્કેલી માંથી ઉગારવા પાક નુકશાની અંગે તાત્કાલિક સર્વે કરાવી ખેડુતોને તુરંત વળતર ચુકવવાની જોગવાઈ કરાવવી જોઈએ.ખેડુતોને ખેતી વિષયક દેવું માફ કરવું જોઈએ. પાક લોન પરનું વ્યાજ પણ માફ કરવું જોઈએ.એવી ખેડુતો ની તેમજ પોતાની પણ માંગણી હોવાનું રાજપીપળા (નાંદોદ)ના ધારાસભ્ય પી ડી વસાવા એ મુખ્યમંત્રી ને પત્ર લખી જણાવ્યું છે. નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના ૪૫ ગામડાના ખેડુતોની ૨૩૨૫હેક્ટર જમીનમાં ખેતીમાં નુકશાન થયું છે જ્યારે તિલકવાડા તાલુકાના ૧૮ ગામના ખેડુતો ની ૫૦૦ હેક્ટર જમીન મા પાક ને ભારે નુકસાન તેમજ ગરુડેશ્વર તાલુકા ના 8 ગામના ખેડુતોને વિયર ડેમના લીધે ૨૭૭ હેક્ટર જમીન મા પાક ને ભારે નુકસાન થતા ખેડુતો પાયમાલી ની કગાર ઉપર આવેલ છે. જેથી ખેડુતો ને તાત્કાલીક વળતર સહાય ની માંગ મુખ્યમંત્રી ને પત્ર લખી કરી છે.