રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા ટાઉન હોલમાં યોજાયેલા કોરોના વોરીયસે નર્મદા રત્ન એવોર્ડના કાયૅક્રમમા માજી જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવાને માનવ સેવાનું કાયૅ કરવા બદલ નર્મદા જિલ્લા સેવા સેતુ અને સ્વ.રતનસિહજી મહીડા એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લામા કોરોના વાઈરસના સંક્રમણ ને અટકાવા ના તકેદારીના ભાગરૂપે સરકારે લોકડાઉન લાગું કર્યું જેને પગલે નાના નાના ધંધા રોજગાર મજુરી કામ સદંતર ઠપ્પ થઈ પડયાં હતા. ત્યારે આવા નાના ધંધા રોજગાર સાથે સંકળાયેલા સહિત મજુર વગૅના લોકો બેકાર બન્યા હતા આવા સમયે ગરીબ વર્ગના લોકો માટે પરીવારોનું ભરણ પોષણ કરવું અને એક તકની રોજીરોટી મેળવુ ભારે મુશ્કેલ થઈ પડીયુ હોય તેવા શંકરભાઈ વસાવાએ ગરીબ વર્ગોના લોકોની પડખે રહી એક સેવાભાવનુ સરાહનીય કાયૅનુ બીડું ઉપાડયું હતું.