કોરોના ના કહેરને કારણે GAD દ્વારા અમદાવાદથી આવતા કર્મચારીઓ માટે મહત્વ પૂર્ણ લેવાયો નિર્ણય. નર્મદા નિગમના કર્મચારીનું કોરોનાને કારણે મોત થયા બાદ સામાન્ય વહીવટી વિભાગે હોટસ્પોટ, કન્ટેઈનમેન્ટ એરિયા અને રેડઝોનમાંથી આવતા કર્મચારીઓને ગાંધીનગર ન આવવા માટે સૂચના આપી છે. જેને પગલે હાલ કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરમાંથી આવતા કર્મચારીઓને રાહત મળી ગઈ છે. સરકારી વિભાગમાં કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે સામાન્ય વહીવટી વિભાગે ઓર્ડર પણ કરી દીધો છે.
ગાંધીનગરમાં આવેલા નવા સચિવાલય સંકુલ, ડૉ. જીવરાજ મહેતા ભવન, કર્મયોગી ભવન તેમજ અન્ય બીજી અનેક કચેરીઓ કાર્યરત છે. આ કચેરીઓમાં અમદાવાદમાં રહેતા અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવે છે. જેને પગલે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની કન્ટેનઈમેન્ટ માર્ગદર્શિકા મુજબ કોરોનાનું વ્યાપક સંક્રમણ થયું હોય એવા હોટસ્પોટ, કન્ટેઈનમેન્ટ ઝોન અને રેડ ઝોનમાં રહેતા અને ગાંધીનગરમાં ફરજ બજાવતા કર્મચારી-અધિકારીને 3 મે સુધી ફરજ પર બોલાવવામાં આવશે નહીં.