નર્મદા: કેવડિયા કોલોની એસ.બી.આઈ બેન્કના કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર..

Corona Latest Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

સુરક્ષાના કારણે આજે બેન્ક બંધ રાખવામાં આવી, એસ.બી.આઈ બેન્ક શાખાના બીજા કર્મચારીયો મા ભય નો માહોલ સર્જાયો હતો.નજદીક ના કર્મચારી ને હોમ કોરોનટાઇન કરવામાં આવ્યા છે. એસ.બી.આઈ બેન્કને કોરોનાના માર્ગ દર્શન હેઠળ સૅનેટાઇઝ કરવામાં આવી તેમજ બીજા કર્મચારીયો નો રેપિડ ટેસ્ટ કરતા કોરોના નેગેટિવ આવતા એસ.બી.આઈ બેન્ક ના કર્મચારીઓએ રાહત નો શ્વાસ લીધો આજના દિવસે સુરક્ષાને મદ્દે નજર કામકાજ બંધ રાખવામાં આવ્યુ.

બેન્ક ના મેનેજરે જણાવ્યું કોરોનાની શરૂઆત થી અમે સોશિયલ ડિસ્ટન્સ નું પૂરતું ધ્યાન રાખી માસ્ક તેમજ સૅનેટાઇઝ નો ઉપયોગ કરતા અને આજ થી બેન્કનું જરૂરી કામ ચાલુ રહેશે અને નાની લેવડ દેવડ વાળા કસ્ટમરો ને મેઇન બજાર કેવડિયામાં આવેલ રામ ચોક પાસે કોમ્પ્લેક્સ મા પણ કેશ તેમજ જમા લેવામાં આવે છે. તેમજ એસ.બી.આઈ બેન્કનું એ.ટી.એમ ચોવીસ કલાક કાર્ય રત છે એટલે કસ્ટમરો ને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. ને હાલ પગાર તારીખો નો સમય ચાલતો હોવાથી બેન્ક કાલથી જરૂરી કામ કાજ માટે ચાલુ રેહશે એવું બેન્ક મેનેજરે જણાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *