રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
ગતરોજ નર્મદા જિલ્લામાં આવેલ નર્મદા ડેમ અને કરજણ ડેમ માં ઉપરવાસ માં ખૂબ ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ પડવાથી નર્મદા ડેમ તેમજ કરજણ ડેમ માં પાણી છોડવાથી નાંદોદ. ગરુડેશ્વર. તીલકવાડા તાલુકામાં નદી કાંઠાના ગામોના ખેડૂતોનો લાખો કરોડો રૂપિયાનો પાક કેળા કપાસ શેરડી તુવેર લીલી શાકભાજી જેવા અન્ય પાકો ઉપરવાસથી ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી હોવાથી અને ચાર-પાંચ દિવસ ખેતરોમાં પાણી ભરાઇ રહેવાથી નસ્ટ થઈ ગયેલ છે તેમજ નદી કિનારે આવેલ ગામો ના તમામ ગ્રામજનો અને મંદિરો માં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે તો આજ રોજ છોટાઉદેપુર લોકસભાના લોકલાડીલા સાંસદ ગીતાબેન રાઠવા ના અધ્યક્ષ સ્થાને હજરપરા.ભચરવાડા.ધાનપોર. શહેરાવ જેવા અન્ય ગામોની મુલાકાત લીધી અને દરેક ખેડૂત મિત્રો ને સરકાર તરફથી યોગ્ય વળતર મળી રહે તે માટે ભારતીય જનતા પાર્ટીના હોદેદારશ્રીઓ અને અધિકારીશ્રીઓ જોડે રૂબરૂ સ્થળ પર જઇ અને ખેડૂતો અને ગ્રામજનોની વેદના સાંભળી અને દરેક લાભાર્થીઓને યોગ્ય વળતર મળી રહે એ માટે તમામ ખેડૂત મિત્રોને ખાતરી આપી.