રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા
આજરોજ મુંજિયાસર ડેમની મુલાકાત લીધેલ હતી, તે દરમિયાન તેમની આસપાસના વિસ્તારમાં મગફળીના વાવેતરમાં પાણી ઘુસી જવાથી પાક સદંતર નિષ્ફળ ગયેલ છે એવું ખેડૂતોનું કહેવું છે. ડેમ હાલની સપાટી જોતા પૂરેપૂરો ભરાયેલ છે અને હાલ ઓવરફ્લો થતા ડેમમાંથી પાણી વહેતા નજરે પડે છે ડેમની હાલની સપાટી ૨૪ / ૫૦ છે હાલનો નઝારો જોતા રમણીય સ્થળ જેવું લાગે છે.