રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
નર્મદા નદીમાં પુર આવતા યાત્રાધામ ચાંદોદ અને આજુબાજુ ના વિસ્તારમાં પાણી ફરી વળ્યાં હતાં જેના કારણે ખેડૂતને મોટું નુકસાન થયું છે. જેના પગલે ચાણોદ મા સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા દ્વારા પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી તેમાં અશ્વિનભાઈ વકીલ, તુષાર ભટ્ટ , નિલેશ ખત્રી, વિરપાલ સિંહ. મેહુલ માછી અને ડેપ્યુટી સરપંચ ઉત્સવ ભટ્ટ પુરગ્રસ્ત લોકો તેમજ ખેતી ને થયેલ નુકસાન તેમજ નવી રેલ્વે લાઈન પાસે પાણી ના ભરાવ થી ખેડૂતો ને પડતી મુશ્કેલી ની રજુવાત સાંભળી યાત્રાધામ ચાણોદ ઘાટનું નવી નવીનીકરણમાં વેગ આવે તેમજ નદીની આજુબાજુના પટના વિસ્તારમાં પ્રોટેક્શન વોલ જેવા કાર્યો ઝડપથી થાય તેમજ ઉલ્લેખનીય છે કે નાવિક શ્રમજીવી મંડળનું ત્યાં માતાજીનું મંદિર આવેલું છે ત્યાં પણ પ્રોટેક્ટ વોલ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી જલ્દી નિકાલ કરવા મુલાકાત કરી પૂર પ્રભાવિત તા નું નિરીક્ષણ કરી ચિતાર મેળવ્યો.