રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
સમગ્ર સંસદીય વિસ્તારને અસરગ્રસ્ત તરીકે ગ્રાહય રાખવા ખેતરે ખેડૂત બેક પાસબુક સાથે રાખતા ન હોઈ સર્વે પત્રક સાંસદની રજૂઆત માથી હાલ પુરતુ એક વિગતનુ કોલમ દુર કરવા પણ રજૂઆત અમરેલી સંસદીય વિસ્તારમાં એસ.ડી.આર.એફ. યોજના અંતગૅત પાક નુકશાનીના સર્વેમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓને અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ સરકાર માંરજૂઆત કરેલ છે . સાસદએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી , નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલભારત સરકારના રા.ક. કૃષિ મંત્રી પરશોતમભાઈ રૂપાલા,રાજયના કૃષિ મત્રી આર.સી.ફળદુ અને સચિવ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ , ગાંધીનગરને અસરકારક રજૂઆત કરેલ છે. સાસદએ કરેલ રજૂઆત મુજબ , હાલ ખરીફ ઋતુમાં ભારે વરસાદ થી થયેલ પાક નુકશાનીના એસ.ડી.આર.એફ. યોજના અંતર્ગત અમરેલી સસદીય વિસ્તારમાં સર્વે થઈ રહ્યો છે. જે અંતગૅત સચિવ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગાંધીનગરના તા- ૩/૯/૨૦૨૦ ના પત્ર મુજબ જિલ્લા કક્ષાએથી તા.ર/૯/૨૦૨૦ ના રીપોર્ટે મુજબના વિસ્તારમાં સર્વે કરી કાયૅવાહી કરવાની જીલ્લા તંત્રને સૂચના મળેલ છે. પરંતુ અમરેલી સસદીય વિસ્તારમાં તા . ૧૯/૨૦૨૦ સુધી સતત વરસાદ પડેલ અને આજદીન સુધી ખેતરોમાં પાણી ભરાયેલ હોઈ , જેના લીધે ખેડૂતોને કેટલું નુકશાન થયેલ છે તેનો અંદાજ લગાવી શકાય તેમ નથી.આજની તારીખ સુધીમાં અમરેલી સંસદીય વિસ્તારમાં અંદાજીત ૪૦૦ થી પણ વધુ ગામોની રજૂઆતો સ્થાનિક કક્ષાએ મળવા પામેલ છે. જેના કારણે અમરેલી સસદીય વિસ્તારમાં અસરગ્રસ્ત વિસ્તારો હજુ વધી શકે તેમ છે. તેથી કોઈપણ અસરગ્રસ્ત ખેડૂતને અચાન ન થાય તે માટે તમામ સંસદીય વિસ્તારને અસરગ્રસ્ત તરીકે ગ્રાહય રાખવા સંસદએ રજૂઆત કરેલ છે. ઉપરાત સર્વે પત્રકમાં અસરગ્રસ્ત ખેડૂતોની બેક ડીટેલ્સ માગવામાં આવેલ છે. પરંતુ ખેડૂતો ખેતરે બેકની વિગતો સાથે રાખતા ન હોવાને લીધે અસરગ્રસ્ત ખેડૂત સહાયરાહત થી વચિત રહી જવા ન પામે તેથી હાલના તબકકે બેક વિગતની કોલમને દૂર કરવા પણ સાંસદ સરકારમાં અસરકારક રજૂઆત કરેલ હોવાનું સાસદ કાયૉલયની અખબારી યાદીમાં જણાવેલ છે.