રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા દ્વારા સતત કોરોનાથઈ સાજા થયા બાદ વ્યક્તિ પ્લાઝમા ડોનેશન કરે તે માટે પ્રયત્નો કરવામા આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે ૧૦માં પ્લાઝમા ડોનર તરીકે એકાઉન્ટન્ટ તરીકે વ્યવસાય કરતા જીજ્ઞેશભાઈ અનિલભાઈ મજેઠીયા દ્વારા પોતાનું ડોનેશન કરવામાં આવ્યું હતું.
રેડક્રોસના માધ્યમથી એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવેલ જેના આધારે તેમણે પોતાનું પ્લાઝમા કોરોનાની સારવાર લઈ રહેલા ગંભીર દર્દીને મદદ માટે ડોનેટ કરેલ છે સર.ટી હોસ્પિટલ બ્લડબેંક ખાતે ડો.પ્રગનેશભાઈ શાહના માર્ગદર્શન નીચે પ્લાઝમા સ્વીકાર કરવામાં આવ્યું હતું. રેડક્રોસ રાજ્યના વાઇસ ચેરમેન સુમિતભાઈ ઠક્કર તથા ચેરમેન ડો.મિલનભાઈ દવે અને કોડીનેર્ટર વિનયભાઈ કામળીયાએ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.