રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજુઆત કરેલ છે જિલ્લામાં બિનખેતી થયેલા તમામ સર્વે નંબર વાળી મિલકતનું સીટી સર્વેમાં પ્રોપર્ટીકાર્ડમાં નિભાવણી કરવામાં આવી રહી છે પણ તેમાં રેકોર્ડ ક્રોસ બાબતે ઘણી બધી મુશ્કેલીઓ અને અને વિવાદો થઈ શકે તેમ છે માટે જુના ગામ નમૂનો ૨નંબર રદ કરી સીધી પ્રોપટીકાર્ડમાં અસર આપવામાં આવે તો આ કામગીરી વધુ સરળ બની શકે તેમ છે.
તેઓએ અમરેલી જિલ્લા કલેક્ટર આયુષકુમાર ઑક ને વિગતવાર પત્ર લખી જણાવ્યું છે કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં અગાવ પણ ઘણા વર્ષો પહેલાં કે હાલમાં સર્વે નંબર વાલી જમીનના? બિનખેતી હુકમોવાળી તમામ રહેણાંક અથવાતો કોમર્શિયલ હેતુવાળી જમીન લે-આઉટ પ્લેનમાં દર્શાવ્યા મુજબ તમામ પ્લોટોના મૂળ માલિકના નામે ચડાવી દઈ સીટી સર્વેમાં પ્રોપટીકાર્ડ બનાવવામાં આવે છે પણ જાણકારી મુજબ સીટી સર્વેમાં આવી મિલકત બિનખેતી કરાવનાર મૂલમાલિકના નામે દાખલ કરવાનો હુકમ નાયબ કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે.
ઘણા વર્ષો કે વર્ષો પે પહેલા જે સીટી સર્વે નંબર વાળી મિલકત બિનખેતી થયેલ છે તે મિલકત પ્લોટો અગાવ વેચાણ થઈ ગયેલ હોય અને આવા પ્લોટમાં ઉતરોતર વેચાણથી ત્રીજા કે ચોથા ખરીદનારના નામે ગામ નુમુના ૨ ના રેકોર્ડમાં રેકર્ડમાં નોંધાઇ ગયેલ છે ઘણા કિસ્સામાં તો ઉતરોતર વેચાણ આપનાંરનું મૃત્યુ પણ થયેલ હોય તેવા પણ કિસ્સા હોય છે ત્યારે આવી મિલકતમાં વારસાઈ એન્ટ્રી પડી ગયેલ હોય અને ત્યારબાદ પ્લોટનું વેચાણ ઘરમેલે થય ગયુ હોય તેવું બને છે.
આવી તમામ બિનખેતી થયેલ મિલકત સિટીસર્વે કચેરીમાં મૂળ માલિકના નામે પ્રોપટીકાર્ડ બનાવવામાં આવ્યા છે આવા સંજોગોમાં ગામ નમૂના ૨ માં ઉતરોતર વેચાણ કે વારસાઈ એન્ટ્રી પડી ગયેલ હોય છે તેનો કોઈપણ પ્રકારનો અર્થ સરતો નથી ત્યારે આવી તમામ મિલકતો ને ફરીથી વેચાણથી રાખનાર નામેં કરવા તમામ પ્રોસીઝરમાંથી પસાર થવું પડે છે જેના ખુબજ મોટી મુશ્કેલીઓ પડે છે ગુજનાર વ્યક્તિઓના કિસ્સામાં વારસાઈ નો મોટો વિવાદ થાઈ છે ઉદાહરણ તરીકે પુત્રીના મોત પર ભાણેજ આવતા હોય ત્યારે મોટો વિવાદ ઉભો થવાની પુરે પુરી શક્યતાઓ રહે છે.
જેથી જે સર્વે નંબરમાં બિનખેતી થયેલ હોય અને તેની અસર સિટીસર્વે કચેરીમાં આપવામાં આવી હોય તેવા તમામ કિસ્સામાં ગામ નુમુના-૨ના રેકોર્ડમાં જે મિલકત જેના નામે ચાલતી હોય તેનાજ નામે પ્રોપટીકાર્ડમાં અસર આપવી જોઈએ જો આમ નહિ કરવામાં આવે તો આગળ મોટો વિવાદ ઉભો થવાની સંભાવના જોવા મળી રહી છે તેમજ ગામ નમૂના-૨, નું રેકોર્ડ હાલ અમલમાં હોય તેને રદ કરવામાં આવેલ નથી જેથી જેથી પણ ગામ નમૂના-૨,ના રેકોર્ડમાં જે તે પ્લોટ વાઈઝ અસર આપી હોય તે સીટીસર્વે રેકોર્ડમાં આપવા જરૂરી કાર્યવાહી કરવા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરેલ છે.