બનાસકાંઠા: કાંકરેજ તસલુકાના વરસડા મુકામે આવેલ મકાનોમાં વર્ષો થી ભરાતા પાણી નિકાલ ન થતાં ગ્રામજનોમાં આક્રોશ..

Banaskantha Latest
રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ

કાંકરેજ તાલુકાના વરસડા મુકામે આવેલા અનુસૂચિત જાતિ ના લોકો ના ઘરો માં પાણી ભરાઈ જતાં કાદવ કીચડ થયો છે અને મચ્છર કરડે તો મેલેરિયા તેમજ અન્ય પ્રકાર ના રોગ થઇ શકે તેવી સંભાવના ઉઠવા પામી છે આજે સમગ્ર ભારતમાં કોરોના વાઇરસ ના પોઝિટિવ કેસો થી દેશ પિલાઇ રહ્યો છે ત્યારે સરકાર ના નવા નવા સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રોગ્રામ કરવામાં આવે છે પરંતુ કાંકરેજ તાલુકાના વરસડા મુકામે સ્વચ્છતા ના નામે કલંક જોવા મળી રહ્યું છે જેમાં ગામના સરપંચને તેમજ ગુજરાત ના મુખ્ય મંત્રીને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતું અમારા ગામના સરપંચ ને રૂબરૂ માં પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ વર્ષો થી ભરાતા પાણી નો કોઈજ નિકાલ કરવામાં આવતો નથી અમારા ગામમાં જવાના રસ્તા પર કાદવ કીચડ હોવાના કારણે બાળકોને સ્કૂલો મા જવામાં તેમજ ખેડૂતો ને ગામમાં દૂધ ભરાવા જતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તેમજ ગામના મકાનો ની અંદર પાણી ધૂસી જતા મકાન ધરાશાઈ થવા પામ્યા છે તો આ કોઈ માલ જાન હાની થાય તો જવાબદારી સરકાર શ્રી ના સિરે રહશે..તો આમીડિયા અહેવાલ ગામના જાગૃત લોકો ની રજૂઆત સે છે કે વર્ષો થી ભરાતા પાણી નો ઝડપી નિકાલ કરવામાં આવે તેવી ગામના સરપંચ તેમજ તલાટી તેમજ સરકારને વિનંતી કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *