રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
સેવા તે જીવનના એવું સૂત્ર સાથે રાજપીપળા ખાતે શિક્ષણ વિભાગ સેવા કરતા પાંચ વ્યક્તિ દ્વારા ગરીબ લોકો ને ભૂખ્યા ને ભોજન મળી તે માટે આપડે શું કરીએ તેવા વિચાર સાથે પોતે પેહલા પોતાના પૈસા સાથે અને કિરીટ ભાઈ સોની માર્ગદર્શન થી રાજપીપલા માં દર ગુરુવારે ભોજન વિતરણ ની શરૂવાત કરી જે આગળ જતાં ફોટા વિડિયો માધ્યમ થી બીજા લોકો પણ સમય નહિ પણ પોતે પૈસા, વસ્તુ વગેરે નું દાન કરવા આગળ આવ્યા અને સાચા અર્થ માં સેવા યજ્ઞ માં બધા મિત્રો સાથ સાથે આજે સતત ત્રણ વર્ષ થી વરસાદ,ઠડી,હોય કે પછી ગરમી તો પણ આ સેવા ચાલુ છે..જેમાં કલપેશ ભાઈ મહાજન ,બિપિન ભાઈ વ્યાસ ,નમિતા બેન ,કલ્પેશભાઈ, રાકેશભાઈ, જેવો પોતાનું કર્મ કરી પછી બીજું સેવા કર્મ નિયમિત રીતે કરે છે…જેવો બાળકો શિક્ષણ આપે છે .સાથે સમાજ ની સેવા પર સાચા મન થી કરે છે.
અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન એટલે ભૂખ્યા ને ભોજન તરસ્યાને પાણી ગરમીમાં દજાતા પગને અપાતા ચંપલ. અન્નપૂર્ણા અર્થાત શિયાળાની કડકડતી ઠંડીમાં ઠૂઠવાતા શરીર પર ઓઢાતાં ગરમાગરમ ધાબળા. અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા દર મહિને ૨૫ કુટુંબોને એક મહિનો ચાલે તેટલું અનાજ કરીયાણાની કીટ આપવામાં આવે છે તેમજ દર ગુરૂવારે ૩૦૦ વ્યક્તિઓને ઘરે જઈને વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે .અન્નપૂર્ણા મંડળની વિશેષ પ્રવૃત્તિઓ જોઈએ તો કિડની અને કેન્સરના પેશન્ટ ને દર મહિને દવા લાવવા માટે પૈસા આપવામાં આવે છે. કોરોના માં વાયરસથી કર્યા વગર ઘરે ઘરે જઈને સેનીટાઇઝર હેન્ડવોશ માસ્ક અને જરૂરિયાત મંદોને અનાજની કીટનું વિતરણ કર્યું છે. ચોમાસામાં છત્રી અને વિતરણ પણ કરવામાં આવે છે તેમજ હાલ બાળકો ઘરે રહીને ભણે છે તે માટે અંતરિયાળ વિસ્તારના બાળકોને નોટબુકનું વિતરણ કાર્યક્રમ કરેલ છે.