રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકની સુચના મુજબ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે તેમના રહેણાંક, આશ્રય સ્થાનો તથા બાતમીદારોથી ઝડપી જેલ ભેગા કરવાની પરિણામલક્ષી કામગીરી ની સુચના મળત એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર,એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ હેઠળ તિલકવાડા પો.સ્ટે.માં અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી જીગર જીતેન્દ્રભાઇ મિસ્ત્રી એ વડોદરા ખાતે હોવાની ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમ દ્વારા તેને વડોદરાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી તિલકવાડા પો.સ્ટે.ને ગુનાના કામે સોંપવામાં આવ્યો છે.