રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને કોંગ્રેસના અગ્રણી નેતાહેમાંગભાઈ રાવલે ગુજરાતના કૃષિ મંત્રીને લેખિતમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર હસ્તકની જે યુનીવર્સીટીઓ હાલ કાર્યરત છે જે અંતર્ગતની જે કોલેજો સ્નાતકનું શિક્ષણ આપી રહી છે અને કૃષિ સ્નાતક, અનુસ્નાતક અને ડીપ્લોમાંનું શિક્ષણ આપતી અન્ય કોલેજો અને સંસ્થાઓ ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગયા વર્ષે કૃષિ યુનીવર્સીટીઓને યુની. રેન્કિંગમાં સ્થાન મળેલ હતું જે સારી કામગીરી હોવા છતાં શિક્ષણ, કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા કૃષિ શિક્ષણના ખાનગીકરણની મંજૂરીનો ઠરાવ કરવામાં આવ્યો છૅ,આ અન્યાય કરતા ઠરાવ સામે રાજ્ય સરકારી કૃષિ યુનીવર્સીટીના વિદ્યાર્થીઓએ સંક્ષિપ્તમાં આ ઠરાવ કેમ રદ કરવો તે પત્ર લખ્યો છે અને ઠરાવ રદ કરવા રજુઆત કરેલી છે જેથી તા. ૨૪-૦૭ ના ઠરાવને તાત્કાલિક ધોરણે રદ કરવાની માંગ કરી છે.