કોરોના વાયરસ સમગ્ર વિશ્વ માં તેનો કહેર મચાવી રહ્યો છે. હાલોલ નગરમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં ગત રાત્રી દરમિયાન લીમડી ફળીયા મા રહેતા અલ્લાહરખા દેલોલિયા નામના 55 વર્ષીય ઇસમને કોરોના પોઝિટિવ આવતા નગરજનો મા ફફડાટ વ્યાપી ગયો હતો. બીજા દિવસે સવાર થી જ મેડિકલ ટીમ દ્વાર પૂરા વિસ્તાર ની ચકાસણી કરવામાં આવી હતી અને હાલોલ નગરપાલિકા સ્ટાફ પ્રાંત અધિકારી મામલતદાર પોલીસ સ્ટાફ જિલ્લા પોલીસ વડા સહિત ના તમામ અધિકારી દ્વાર લીમડી ફળીયા ની મુલાકાત લઈ વિસ્તારને સીલ કરવા કામગીરી હાથ ધરાઈ હતી.
વધુ તાપસ કરતા જાણવા મળ્યું હતું કે આ કોરોના ગ્રસ્ત વ્યક્તિ કાલોલ શહેર ની સંજીવની હોસ્પિટલ માં સારવાર અર્થે આવ્યા હતા. તેવી ખબર મળતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ હતું અને કાલોલ શહેરમાં ખાનગી સંજીવની હોસ્પિટલ ના ડૉક્ટર સહીત ના સ્ટાફ ને ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા હતા. તેની સાથે કાલોલ નગરપાલિકા દ્વારા કોરોના વાયરસ નો ચેપ ન ફેલાય તે હેતુ થી સંજીવની હોસ્પિટલ અને તેની આસપાસ ના વિસ્તારમાં સૅનેટાઇઝ કરવામાં આવ્યું.
Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમરા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.