અમદાવાદ: વીરમગામ ટાઉન પોલીસ સ્ટેશન જર્જરિત હાલતમાં વહેલી તકે નવીનિકરણ કરાવવા દલિત અધિકાર મંચની માંગ.

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

વીરમગામ ટાઉન પોલીસ સ્ટેશન જર્જરિત હાલતમાં હોઈ સ્થળાંતર / નવીનિકરણ કરાવવા અંગે ગૃહ વિભાગનો ડી.જી.પી ને કાર્યવાહીનો આદેશ

અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં ટાવર ચોકમાં વર્ષો જૂનું ટાઉન પોલીસ સ્ટેશન આવેલું છે આ ટાઉન પોલીસ સ્ટેશન હાલમાં ખુબ જ જર્જરીત થઈ ગયું છે જેને લઇને પોલીસ સ્ટેશનના ધાબા માંથી વરસાદનું પાણી પડે છે તેમજ પોપડીઓ ઉખડી ગઈ છે, તેમજ ધાબામાં મોટા બખોરા પડી ગયા છે જેને લઈ ખુબ જ જર્જરીત અને ખંડેર જેવું બની ગયેલ છે જેને લઇને ફરજ બજાવતા પોલીસ કર્મીઓનું જીવનું જોખમ ઊભું થયું છે આ બાબતે જાત તપાસ કરવા માટે દલિત અધિકાર મંચ ના સંયોજક કિરીટ રાઠોડ તેમજ સામાજિક અગ્રણી બળવંત ઠાકોર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી ત્યારબાદ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ને બદતર હાલત ને લઈને પોલીસ સ્ટેશન નવીનીકરણ બાંધકામ કરવા માટે તેમજ પોલીસ સ્ટેશનનું રીનોવેશન કરવા માટે માંગણી કરવામાં આવી હતી તેમજ જ્યાં સુધી ટાઉન પોલીસ સ્ટેશનનુ રીનોવેશન ન થાય ત્યાં સુધી હંગામી ધોરણે સલામત સ્થળે પોલીસ સ્ટેશન ખસેડવાની માગણી કરતું આવેદનપત્ર દલિત અધિકાર મંચ દ્વારા વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી તેમજ પ્રદિપસિંહ જાડેજા ગૃહ રાજ્યમંત્રી તેમજ જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી વિરમગામ પી.આઈ ટાઉન પોલીસ, વિરમગામને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને તા.૨૭/૦૮/૨૦૨૦ ના રોજ સેક્શન અધિકારી, ગૃહ વિભાગ, ગાંધીનગર દ્વારા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીને સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરી તે અંગે કાર્યવાહીનો અહેવાલ પણ માંગવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *