રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર
થરાદ માં પાયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ધરણીધર અન્નક્ષેત્ર નો પ્રારંભ કરવામાં આવતા ટ્રસ્ટ ના યુવકો દ્વારા શહેરમાં ભુખ્યા ને બે ટાઇમ ભોજન પુરુ પાડી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોના ની મહામારી ચાલી રહી છે અને એક બાજુ કુદરતી આફતો માંથી બધા લોકો પસાર થઈ રહ્યા છે. ત્યારે મનુષ્ય જીવન માં કઇક બીજા ઉપયોગી થઇ મદદરૂપ થવા માટે કેટલાક લોકો સામાજિક સેવા સંસ્થાઓ દ્વારા સામે આવવા લાગ્યા છે.થરાદ માં ધંધા રોજગાર કરી જીવનનિર્વાહ ચલાવતા યુવાનો દ્વારા શહેરમાં આવું સેવાનું કાર્ય કરવાની સુઝ સાથે હાઈવે પર અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે.જેમા જરૂરિયાતમંદ લોકોને તેમજ હોસ્પિટલમાં સારવાર અર્થે આવે લા લોકો ને નિઃશુલ્ક હષૅ સાથે આ સેવા કાર્ય કરી રહ્યા છે.
ટ્રસ્ટ ના મેમ્બરો એ જણાવ્યું કે હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ વ્યક્તિ અથવા તેના સગા દ્વારા ભોજન માટે જાણ કરવામાં આવશે તો અમારી ટીમ રૂબરૂ ગમે તે સમયે ભોજન પહોંચાડવા તૈયાર રહેશે. પાયલ ચેરીટેબલ ટ્રસ્ટ ના મેમ્બર પ્રકાશભાઇ ત્રિવેદી , હીરાભાઈ દરજી, મુકેશભાઈ દરજી, મદનભાઈ દરજી , ગણેશભાઈ દરજી , મનોજભાઈ દરજી, વિશાલભાઈ દરજી ટીમ દ્વારા ધરણીધર અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રોજિંદા કેટલાક નિરાધાર તેમજ સારવાર લેવા આવતા દર્દીઓને ભોજન પહોંચાડવા માટે આવી રહ્યું છે.