બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જિલ્લામાંછેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં-૫૬ મિ.મી વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લાપ પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૦૭૪ મિ.મિ વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૭૪૮ મિ.મી વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૧૨૬૩ મિ.મી સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૮૩૯ મિ.મી સાથે તૃતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૮૩૫ મિ.મી સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૬૮૪ મિ.મી વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે. જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૩૪.૭૨ મીટર, કરજણ ડેમ-૧૧૧.૬૮ મીટર, નાના કાકડીંઆંબા ડેમ-૧૮૭.૭૪ મીટર અને ચોપડવાવ ડેમ-૧૮૭.૪૫ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ-૧૬.૮૫ મીટર હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.