અમરેલી: લાઠીના પાડરશિગા ખેડૂતોની મુશ્કેલીઓ: રેવન્યુ રસ્તો બંધ કરાતા બે હજાર વિધા જમીનમાં ભરાયા પાણી..

Amreli
રિપોર્ટર: મહેશ બારૈયા,જાફરાબાદ

લાઠી તાલુકાના પાડર શિગાથી લીલીયા તાલુકાના એકલારા જતો રેવન્યુ બંધ કરી દેતા બે હજાર વિધા જમીનમાં ગોઠણ બુડ પાણી ભરાયું ન્યાય પાલિકાના હુકમનો અનાદર અમલ નહિ કરતા ખેડૂતો મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે.

લાઠી અને લીલીયા તાલુકાના બંને ગામોને જોડતો રેવન્યુ રસ્તો એક ખેડૂતે પાળો નાખી દબાણ કરતા રેવન્યુ કોર્ટ લાઠી સમક્ષ આ તકરાર ચાલી જતા રિવિજન બંને વખત રસ્તો ખુલ્લો કરવા હુકમો થયા પણ પરિણામ ન મળતા લાઠીના પાડરશિગાના ખેડૂતોની બે હજાર વિધા જેટલી જમીનમાં તળાવ સમાંતર વરસાદી પાણી ભરાયા લીલીયા તાલુકાના એકલારાના ખેડૂતે રેવન્યુ રસ્તો બંધ કરતા આ અંગે રેવન્યુ કોર્ટમાં કેસ ચાલી જતા રસ્તો ખુલ્લો કરી પાળો દૂર કરેલ પણ આ ખેડૂતે પુનઃ પાળો કરતા સતત વરસાદથી બે હજાર વિધા જમીન ઉપર કપાસ અને તલ સંપૂર્ણ નાશ થયા છે.

કાયદાથી સ્થાપિત મામલતદાર રેવન્યુ કોર્ટ અધિનિયમ ૧૯૦૬ થી રેવન્યુ તકરારોમાં ન્યાય નિર્ણયથી રેવન્યુ કોર્ટે અને રીવજન અરજ ડેપ્યુટી કલેકટર બંને કોર્ટ ના હુકમો થઈ આવતા અમલવારી ન કરતા લાચાર ખેડૂતોને મોઢે આવેલ કોળિયો ઝુટવાયો છે. એક મહિના કરતા પણ વધુ સમય સુધી કોઈ ખેડૂત પોતાના ખેતરમાં જઇ ન શકે અને વરસાદી પાણી ખાલી ન થઈ શકે તેવી લાચાર સ્થિતિ નામદાર કોર્ટ ના હુકમ નો અમલ ન કરવા થી થતા નાસીપાસ થયેલ ખેડૂત જાય તો જાય ક્યાં ? આ અંગે લાઠી મામલતદાર અને જિલ્લા સાંસદ ધારાસભ્ય સુધી લેખિત રજૂઆતો કરી કોર્ટ દ્વારા થયેલ હુકમનો અમલ કરવા પાડરશિગાના ખેડૂતોએ માંગ કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *