ખેડા: ગળતેશ્વર મામલતદારમાં આજે ભારતીય કિશાન સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

Kheda Latest
રિપોર્ટર: સંદીપ સેનવા,ગળતેશ્વર
રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર

આખા ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરીસ્થિતિ ઉભી થઇ છે તેના કારણે પાકને થયેલ નુકશાનીનું વળતર આપવા અંગે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં ભારતીય કિશાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ચાલુ સાલે ચોમાસા દરમ્યાન અનિયમિત અતિવારસાદે જરૂરિયાત કરતા વધુ પ્રમાણમાં વરસાદના કારણે ખેડૂતોએ કરેલ વાવેતર જેવા કે બાજરી, કપાસ, તલ, કઠોળ, દિવેલા જેવા ખરીફ પાકને ભારે નુકશાન થયું છે.

વધુ વરસાદને હિસાબે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હોય જેથી સરકાર દ્વારા તાજેતરમાં બહાર પાડેલી મુખ્યમંત્રી કિશાન સહાય યોજના કે જેને અમલમાં મૂકી છે તે યોજના હેઠળ નુકશાનીનું વળતર આપવા માટે ભારતીય કિશાન સંઘ દ્વારા માંગણી કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *