રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નાંદોદના સિસોદ્રા ગામમાં નર્મદાના પાણી ફરી વળતા ૭૦ જેટલા ઘરોમાં પાણી ઘુસ્યા: ધરવખરી સહિતના સામાનને ભારે નુકસાન પુરગ્રસ્તોની વહારે કોઈ મદદે ન આવતા રોષ,અસરગ્રસ્ત વિસ્તારોના નુકસાન અંગે સર્વે હાથ ધરી નુકશાની વળતર ચુકવવા માંગ
નર્મદા જિલ્લાના નાદોદ.તાલુકાના સીસોદ્રા ગામના ૭૦ જેટલા ધરોમા નમૅદાના પાણી ફરી વળ્યાં જેને પગલે આ તમામ ધરોમા ધરવખરી સહિતના સામાનને ભારે નુકસાન થવા પામ્યું છે અસરગ્રસ્ત વિસ્તારના પરીવારોની મદદે કોઈ જ ન આવતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં સતત વરસતા વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક થતા અગાઉ ૧૦ લાખ ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું જેમાં નર્મદા, ભરૂચ, અને વડોદરા જીલ્લાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા અનેક ગામોમાં પાણી ઘુસી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામમાં નર્મદા નદીમાં પુર આવતાં,લગભગ ૨૫ જેટલાં ઘરના લોકો પોતાની રીતે સલામત.સ્થળે ખસી ગયાં હતાં જયારે કેટલાક નજીકના રહેવાસીઓએ અસરગ્રસ્તો થયેલાં પરિવારોને સહારો આપ્યો હતો. સિસોદ્રાના મજુરી કામ અર્થે રહેતાં ૫૦ જેટલાં શ્રમિકો એ ગામની હાઈસ્કુલ માં આશરો લીધો હતો,આ પુરગ્રસ્તોને મદદના નામે માત્ર એક ટાઈમ બાફેલા ચોખા આપવામાં આવ્યાં હતાં, ત્યાર બાદ તેઓને જમવાનું આપવા કોઈ આવ્યું નહોતું જેથી મહીલાઓ અને નાના બાળકો ભૂખ્યાં રહ્યા હતા. ગામના કસ્બા ફળીયામાં ૧૫ જેટલાં મકાનોમાં પાણી ફરી વળ્યા હતાં,૫૦ જેટલાં.લોકો પોતાનું ઘર પણ છોડવા મજબુર બન્યાં છે, તેમની ઘરવખરી અને સામાન ને પણ નુકશાન થવા પામ્યું છે.આ પુરગ્રસ્તો પરીવારોની મદદની વ્હારે કોઈ જ ન આવતાં રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે તંત્ર આ પુરગ્રસ્તો વિસ્તારના પરીવારોની મુલાકાત કરી તેમને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી આપે તથા પુરગ્રસ્ત વિસ્તાર ની સર્વેની કામગીરી વહેલી તકે હાથ ધરી પરીવારોને તાત્કાલિક નુકશાનીનું વળતરની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.