રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
કોરોના હાઉ વચ્ચે નર્મદા જિલ્લામાં આયુર્વેદ વિભાગમાં મોટા ભાગના ડોક્ટરો ની જગ્યા ખાલી હોવાથી દર્દીઓ મુશ્કેલી માં જિલ્લામાં ૧૬ દવાખાના તેમજ એક ફરતું દવાખાના સામે માત્ર ૩ જ ડોક્ટર હોવાથી મોટાભાગના દવાખાનાઓ માં દર્દીઓની તકલીફમાં જ્યારે ત્રણ ડોક્ટરો નો પણ જાયે તો કહા જાયે જેવો ઘાટ રાજપીપળા પાલીકા પુસ્તકાલય પર ચાલતા સરકારી આર્યુવેદ દવાખાનું પણ અઠવાડિયા માં એકજ દિવસ ખોલતા તકલીફ નર્મદા જિલ્લા માં આરોગ્ય સેવા તદ્દન કથળી રહી હોય તેમ “અંધેરી નગરી ગંડુ રાજા” જેવો ઘાટ જોવા મળે છે કેમ કે જિલ્લા ના વડા મથક રાજપીપળા સિવિલમાં પણ અનેક તકલીફો બાદ હવે આયુર્વેદ વિભાગમાં પણ ડોક્ટરો નથી જેમાં જાણવા મળ્યા મુજબ નર્મદા જિલ્લા માં ૧૬ આયુર્વેદ સરકારી દવાખાના અને એક ફરતું દવાખાનું ખુલ્લું જરુર મુકાયુ છે પરંતુ એ તમામ શોભાના ગાંઠિયા સમાન લાગી રહ્યા છે. કુલ ૧૬ દવાખાના અને એક ફરતા દવાખાના સામે હાલ લગભગ એક વર્ષ થી માત્ર ૦૩ જ ડોક્ટર આ જિલ્લામાં પ ફરજ બજાવે છે.જેના કારણે દર્દીઓ ધક્કે ચઢી રહ્યા છે.મુખ્ય એવું રાજપીપળા દરબાર રોડ સ્થિત નાંદોદ આયુર્વેદ દવાખાના માં પણ અઠવાડિયે એક વાર ડોક્ટર આવતા હોય નિયમિત કોર્ષ કરતા દર્દીઓ ને તકલીફ વેઠવી પડે છે.