મોરબી: હળવદ તાલુકાના અજીતગઢ ગામે નદીમાં તણાયેલ યુવાનની લાશ પાણીમાં બહાર કાઢતા તંત્ર અને ગામલોકો એ રાહતનો શ્વાસ લીધો.

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ તાલુકામાં ભારે વરસાદ ના કારણે બ્રાહ્મણી ૨ ડેમમાંમાં દરવાજા ખોલાતા ૨ ડેમ નું પાણી રણકાંઠાના વિસ્તાર માનગઢ નજીક ગામની નદીમાં પહોંચતા અજીત ગઢ ગામના ત્રણ યુવાનો પાણીમાં તણાયા હતા જેમાંથી બે યુવાનની ગામના લોકોએ પાણી માંથી બહાર કાઢી ને જીવ બચાવી લીધો હતો ત્યારે ત્રણ દિવસથી અજીતગઢ ગામ નો ૧૯ વર્ષના કાનાભાઈ ગોરધનભાઈ કોળી ને ટીકર માનગઢ અજીતગઢ ગામના તરવૈયાઓની ટીમ દ્વારા પાણીમાંથી બહાર કાઢવાના પ્રયત્ન કર્યા.

પરંતુ આ યુવાનો કોઈ પત્તો નહી લાગતા હળવદ મામલતદાર બી.એન કણઝરીયા હળવદ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ,એ એન ડી એફ આર ની ટીમ ને બોલાવી હતી મહા મહેનત‌ ૭ કિલોમીટર દુર તરવૈયા ની ટીમ એ લાશપાણીમાંથી બહાર કાઢતાં પરિવારજનો અને તંત્રને ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો મૂતક યુવાનની લાશ ને હળવદ ની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપેલ હતી પી એમ‌ કયો બાદ લાશને પરિવારજનોને સોંપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *