રિપોર્ટર:રાજુ સોલંકી,પંચમહાલ
કોરોના મહામારી સંદર્ભ ઊભી થયેલ પરિસ્થિતિને ધ્યાને લઈ એક નવતર અભિનવ પ્રયોગના ભાગરૂપે કોરોનાના કારણે સ્ટ્રેસ અને અસુરક્ષિતતા અનુભવતા ઉમરલાયક વડીલોને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર તથા શ્રી ગુરૂ ગોવિંદ યુનિવર્સિટી ગોધરાના સંયુક્ત ઉપક્રમે ગોધરા ખાતે કોરોના ટેલી કાઉન્સલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે
શ્રી ગુરૂ ગોવિંદ યુનિવર્સિટી ના એન.એસ.એસ વિભાગ દ્વારા કોમર્સ કોલેજ ગોધરા ખાતે કોરોના અવેરનેસ બાબતે ટેલી કાઉન્સલિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે જેમા 2 દિવસમા 596 વડીલોને કોરોના બાબતે માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યું છે જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરા ની સુચના મુજબ તથા યુનિવર્સિટી ના કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણ ના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલા આ સેન્ટર મા ડૉ.ભોલંદા સાહેબ તથા એન.એસ.એસ .કોર્ડિનેટર ડૉ.નરસિંહભાઈ પટેલ સતત માર્ગદર્શન આપી રહ્યા છે.આ સેન્ટરમાં હાલ કોમર્સ કોલેજ ગોધરા એન.એસ.એસ.ના 5 સ્વયંસેવક સેવા આપી રહ્યા છે.