રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
વીસેક દિવસથી ભરાયેલ પાણીમાં ચાલતા લોકોના પગમાં છાલા પડ્યા
રાધનપુર તાલુકામાં પડેલ વરસાદને કારણે અરજણસર ગામના છેવાડે આવેલ વિસ્તારમાં પાંચ ફુટ જેટલુ પાણી ભરાયુ હતુ . લાબા સમયથી વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીના નિકાલની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં ના આવતા પચ્ચીસથી વધુ પરીવારો પાણીમાં રહેવા મજબુર બન્યા હતા . અરજણસર ગામના છેવાડે આવેલ વેરાઈમાતા વિસ્તારમાં ચોમાસાના શરુઆતમાં થયેલ વરસાદને કારણે પાંચ ફુટ જેટલું પાણી ભરાયુ હતુ . જેના કારણે અહી રહેતા પચ્ચીસથી વધુ પરીવારોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બનવા પામ્યુ હતું . જયારે એકાદ સપ્તાહથી વરસાદે વિરામ લેવા છતા વિસ્તારમાં ભરાયેલ પાણીનો ગ્રામ પંચાયત દ્વારા નીકાલ કરવામાં ના આવતા વિસ્તારના લોકો રોગચાળાની દહેશત વચ્ચે જીવતા હોવાનું સ્થાનીકોએ જણાવ્યુ હતુ.જયારે વીસ દીવસથી ભરાયેલ વરસાદી પાણીના નિકાલ બાબતે ગામના સરપંચને રજુઆતો કરવા છતા સરપંચ દ્વારા પાણીના નિકાલ બાબતે કોઈજ નક્કર કામગીરી કરવામાંના આવતા સરપંચ સામે લોકો રોષે ભરાયા હતા . આ વિસ્તારમાં આવેલ આંગણવાડી એકની સંચાલીકાઓએ જણાવ્યુ હતુ કે આંગણવાડી કેન્દ્ર નજીક પાણી ભરાવવાને કારણે અમો આવી શકતા નથી અને જયારે પાણીના નિકાલ બાબતે અમોએ રજુઆત કરી છતા કોઈજ સાંભળતુ ના હોવાનું તેમને જણાવ્યુ હતુ . જયારે અહી રહેતા લોકોએ જણાવ્યું છેલ્લા વીસેક દિવસથી પાંચેક ફુટ જેટલું પાણી ભરાયેલ છે અને અમારે ઘરની બહાર નીકળવુ હોયતો પાણીમાં થઈને પસાર થવું પડે છે પાણીમાં ચાલી ચાલીને અમારા પગમાં છાલા પાડ્યા છે જયારે પાણીનો નીકાલ ના થવાને કારણે ભયંકર રોગચાળો ફેલાશે તેવું પણ અહી રહેતા લોકોએ જણાવ્યું હતું . આ વિસ્તાર નિચાણવાળો હોઈ અહી ચોમાસામાં પાણી ભરાવવાનો પ્રશ્ન છે પરંતુ અગાઉના સરપંચો પાણીના નીકાલ માટે કામગીરી કરાવતા હતા જયારે હાલના સરપંચ વાત પણ ના સાંભળતા હોવાનો આક્ષેપ કંકુબેને કર્યો હતો . જયારે આ બાબતે ગામના સરપંચ બાબાભાઈએ જણાવ્યુ હતુ કે આ વિસ્તાર તળાવ છે અને લોકોએ તળાવમાં ગેરકાયદેસર મકાન બનાવ્યા છે અહી વરસાદી પાણીનો કોઈજ નીકાલ નથી જેના કારણે પાણી ભરાયુ હોવાનુ જણાવી પોતનો બચાવ કર્યો હતો . ગેરકાયદેસર જગ્યાએ આંગણવાડી કેવી રીતે .. તળાવમાં ગેરકાયદેસર વેરાઈવાસ વિસ્તારમાં મકાનો બનાવવામાં આવ્યા હોવાનું સરપંચ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ જો તળાવ માં ગેરકાયદેસર બાંધકામ થયુ તો તેમને નોટીસો કેમ આપવામાં નથી આવી જયારે નાના બાળકો માટે આગણવાડી કેન્દ્ર પણ તળાવમાં ગેરકાયદેસર રીતે કેમ બનાવવામાં આવ્યું જે પ્રશ્નોન જવાબ સરપંચ પાસેથી કળવા પામ્યો ના હતો.