અંબાજી: ભાદરવી મહામેળામાં અંબાજી મંદિર બંધ હતું અને ભાદરવી પૂનમ પછી આજે માં જગત જનનીનું ધામ અંબાજી મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું.

Ambaji Banaskantha Latest
રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા

ભાદરવી મહામેળામાં અંબાજી મંદિર બંધ હતું અને ભાદરવી પૂનમ પછી આજે માં જગત જનની નું ધામ અંબાજી મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું . અંબાજી મંદિર ખુલ્યાજ આજે ભાજપ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ માં અંબા ના દર્શનાર્થે પોહોચ્યાં.

ભાજપના પ્રદેશ પ્રમુખનો ઉત્તર ગુજરાત પ્રવાસનો સુભારમ આજે ગુજરાત ના સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી થી થયું હતું.આજે ગુજરાત પ્રદેશ ના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ માં જગત જનની ના ધામ પહોંચી માં અંબાના દર્શન કર્યા હતા. માં ના દર્શન કર્યા બાદ અંબાજી મંદિર ના ભટજી મહારાજ દ્વારા વિશેષ પૂજા અર્ચના કરવા માં આવી હતી. મંદિર ના ગર્ભગ્રહમાં વિશેષ પૂજા માં ભાજપના તમામ મોટા નેતાઓ સી. આર.પાટીલ સમેત પરબત ભાઈ પટેલ , શકર ભાઈ ચૌધરી, કે.સી.પટેલ, મગનલાલ માલી, શશીકાંત પંડ્યા, હરિ ભાઈ ચૌધરી હાજર રયા હતા. માં અંબા ના દર્શન કર્યા બાદ મંદિર ની ગાદી પર ભટજી મહારાજ જોડે રક્ષા કવચ બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યાર બાદ અંબાજી મંદિર ના ચાચર ચોક થી શક્તી દ્વાર સુધી પદયાત્રા કરી અને શક્તી દ્વાર પર ભાજપ પાર્ટી ના અંબાજી ના કાર્યકતાઓ દ્વારા પાટીલનુ સ્વાગત કરી અને જુલુસ પણ નીકાળવામા આવ્યો હતો અને આની સાથે વંદે માતરમ્ ના નારા લગાવવામાં આવ્યા હતા

ત્યાર બાદ ડી કે સર્કલ પાસે સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં અંબાજી ના ભાજપ પાર્ટીના કાર્યકતાઓ અને ઘણીબધી સમાજ ના લોકો દ્વારા જુદી જુદી રીતે પાટીલનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ આની સાથે બનાસકાંઠા જિલ્લાના ભાજપ પાર્ટીના દરેક મંત્રી ઓ અને કાર્યકતાઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *