રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
લોકડાઉન વખતે બંધ કરાયેલુ પુસ્તકાલય વચ્ચે થોડો સમય ખુલ્યું પરંતુ ફરી બંધ કરતા સરકારી પરીક્ષાઓ આપતા વિધાર્થીઓનું ભાવી ન જોખમાય તે બાબતે રજુઆત
રાજપીપળા શહેર માં માત્ર બે લાઈબ્રેરી આવેલી છે જેમાં સરકારી લાઈબ્રેરી છે જેમાં જગ્યા નો મોટો અભાવ હોય અને હાલ સોસીયલ ડિસ્ટન્સ ના કારણે ત્યાં વધુ વાંચકો બેસી ન શકે જેના કારણે વાંચકો નું ભાવિ બગડે એ સ્વાભાવિક છે જ્યારે બીજુ પાલિકા હસ્તક ચાલતું પુસ્તકાલય છે જે લગભગ બે મહિના જેવા સમયથી લોકડાઉન માં બંધ હોય વચ્ચે થોડો સમય ખુલ્યા બાદ ફરી હાલ બંધ હોવાથી સરકારી પરીક્ષાઓ આપવા વાંચન માટે આવતા વાંચકો ભારે તકલીફ માં મુકાયા હતા માટે આ પુસ્તકાલય ખોલવા માટે આજે મામલતદાર ને આવેદન આપ્યું છે.
જેમાં કેટલાક વાંચકો ના જણાવ્યા મુજબ પાલિકા ના મુખ્ય અધિકારી ને આ બાબતે વાત કરતા તેમણે એમ જણાવ્યું હતું કે સ્કૂલો ખુલશે ત્યારે પુસ્તકાલય ખુલશે પરંતુ હજુ સરકારે સ્કૂલો બાબતે કોઈ નિર્ણય લીધો નથી અને અમારે સરકારી પરીક્ષાઓ આપવાની હોવાથી આ પુસ્તકાલય ખુલે તો ત્યાં જગ્યા મોટી હોય અમારું ભવિષ્ય ન બગડે માટે અમે આજે નાંદોદ મામલતદાર ડી.કે.પરમાર સાહેબ ને લેખિત રજુઆત કરી છે.