રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
અન્ય રાજયોમાંથી ગુજરાત રાજ્યમાં આવતા વિદેશી દારૂની આ પ્રવૃત્તિને સદંતર ડામી દેવા આર.આર.સેલના સ્ટાફને આપેલ સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.જે. અસારીનાએ પોતાના બાતમીદારો સક્રિય કરી માહિતી એકત્રિત કરી તેના ફળ સ્વરૂપે તેઓને મળે બાતમીના આધારે તેઓએ સ્ટાફ સાથે મળી વિરમગામ હાઈવે ઉપર વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ના હદ ની ગુરૂકૃપા હોટલ ના પાર્કિંગમાંથી અશોક લેલન વાહન માં ઘઉં ના કોથળા ઓની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો શોધી કાઢેલ વિદેશી દારૂનો જથ્થો અવનવી મોડસ ઓપરેન્ડી અપનાવી ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરાવવા મથતા બુટલેગરોએ ઘઉં ના કોથળા ઓની આડમાં વિદેશી દારૂ લાવવા પ્રયાસ કર્યો હતો.
જે મુદ્દામાલ આર.આર.સેલ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે વિદેશી દારૂનો જથ્થો લાવનાર અશોક લેલન વાહન નો ડ્રાઇવર પપ્પા રામ ઉર્ફે પપ્પુ છોગારામ બિસ્નોઈ રહે. રાજસ્થાન ને અટક કરી કુલ કિંમત રૂ. ૩૪,૮૮,૮૦૦ ના મુદ્દામાલ સાથે આ જથ્થો મોકલનાર/ મંગાવવનાર ગુનેગારો ને ઝબ્બે કરી મુખ્ય સુત્રધાર સુધી પહોંચવા આ અંગે ની તપાસ આર.આર.સેલે હાથ ધરી છે.