રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
ગામડાઓમાં સર્વે યોગ્ય કરવા અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા ચર્ચાઓ થઈ
રાજુલા તાલુકામાં ભારે વરસાદના કારણે થયેલા ખેતી પાકને નુકસાન બાબતે ગુજરાત સરકાર દ્વારા સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આગામી દસ દિવસમાં સર્વે કરવાની તારે સૂચના આપવામાં આવી છે ત્યારે રાજુલા તાલુકા પંચાયતમાં રાજુલા તાલુકાના ૭૨ ગામ ગામમાં થયેલા નુકસાનના સરવે બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારી ત્રાડ તેમજ સ્થાનિક વિસ્તરણ અધિકારી ભારતીબેન જોશી અને તાલુકા વિકાસ અધિકારી શ્રી જોષીના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ જીલુભાઈ બારીયા ઉપપ્રમુખ અરજણભાઈ વાઘ તેમજ કારોબારી ચેરમેન પ્રતાપ ભાઈ મકવાણા દ્વારા આ બાબતની મીટીંગ કરવામાં આવી હતી અને ખેતીવાડી અધિકારી ઓને ગ્રામ સેવક અને હાજરીમાં વિવિધ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં સ્થાનિક અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે ૭૨ ગામોમાં જ્યાં પણ વધુ પડતું નુકસાન અને સામાન્ય નુકસાન થયું છે તે બાબતે સ્થાનિક તલાટી મંત્રી અને સ્થાનિક સરપંચ ને સાથે રાખી આ સર્વે કરવા અને ગ્રામજનોને અને આગેવાનોને રાજુલા સુધી થતાં ન થાય તે માટે યોગ્ય આયોજન કરવા જેથી અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી
વધુમાં આગેવાનોએ જણાવ્યું હતું કે જ્યારે પણ સર્વેની ટીમ આપણા ગામમાં આવે ત્યારે સ્થાનિક લેવલે રહે તેને સહકાર આપતી અને પાક વિમાનું મળી રહે અને આ સર્વે યોગ્ય રીતે થાય તે માટે દરેક આગેવાનોએ સહકાર આપતા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો જ્યારે પણ સર્વેની કામગીરી શરૂ થાય ત્યારે કોઈપણ આગેવાન અથવા તો ગ્રામજનો અને ખેડૂતોને કોઈ પ્રશ્ન હોય તો સીધો તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ ધીરુભાઈ બારીયા અને ઉપપ્રમુખ અરજણભાઈ વાતનો સીધો સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.