રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
ગતરોજ દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ રામેશ્વર મંદિર ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું મિટિંગમાં પીપલોદ ગામના વેપારીઓ તથા સરપંચ તલાટી કમ મંત્રી મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબ આરોગ્ય અધિકારી તથા પીપલોદ ગામના પોલીસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગ દરમિયાન ગામના વ્યાપારીઓ અને સુચિત કરવામાં આવ્યું કે માસ્ક નો તથા સેનેટાઈઝર તથા સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે જેથી આ કોરોના વાયરસના સંક્રમણની ને રોકી શકાય. આગળ ની સુચના આપતા જણાવ્યું કે અત્યાર સુધી પીપલોદ તથા આજુબાજુ ના ગામડાઓ સહીત કોરોના ના ૨૪ કેસ નોંધાયા છે જેથી આવે પોલીસ તંત્ર દ્વારા પીપલોદ ગામના વ્યાપારી સૂચના આપતા જણાવ્યું માસ્ક પહેર્યા વગર વેપાર કરતા વેપારી પકડાશે તો તેની પાસેથી ૧૦૦૦ રૂપિયા દંડ લેવામાં આવશે.
