રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
આજ રોજ જૂની માડરડી દીપડીયા ધારેશ્વર સરોડીયા વિગેરે ગામો માં ધોધ માર ૨ ઇંચ વરસાદ ખેડૂતો ને હવે ભારે નુકશાન,છેલ્લા એક મહિનાથી સતત વરસાદ વરસ્યો હતો ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કપાસ માડવી મગ તલ બાજરી જેવા પાકોને મોટાપાયે નુકસાન થયું ત્યારે ખેડૂતો ને માથે ઓઢી ને રોવાનો વારો આવ્યો છે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરી ને લીલો દુષ્કાળ જાહેર કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. રમેશભાઈ વસોયા દ્વારા સરકાર ને પત્ર લખીને રજુઆત કરી હતી ખેડૂતો ને સહાય મળે લીલો દુષ્કાળ જાહેર કરે દરેક ખેડૂતો દ્વારા રમેશભાઈ વસોયાનો આભાર માન્યો હતો.