રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર
આજરોજ ડાકોર નગર પાલિકા પુરુષ પ્રમુખ પદ ને અઢી વર્ષ પૂર્ણ થતાં સ્ત્રી બેઠક માટે બપોરના ૧૨-૦૦ કલાકથી ડાકોર નગરપાલિકા પ્રમુખશ્રી / ઉપપ્રમુખશ્રી જગ્યા માટે ચૂંટણી કાર્યવાહી શરૂ કરવા માં આવિહતી દરેક સભ્યો હાજર રહેતા સાખ્ય સ્ત્રીઓને પ્રમુખશ્રીના હોદ્દાની રોસ્ટર ક્રમાંક-૦૩- અનુસાર સામાન્ય સ્ત્રી બેઠક માટે ચૂંટણી થશે તેમ જાહેર કરવામાં આવ્યું હતું.

ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની કાર્યવાહી દરમ્યાન કોઈ ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા નતા જેથી આજની સામાન્ય સભામાં આગામી પ્રમુખની ચૂંટણી યોજવાનું નક્કી થતા ઉપર દર્શાવ્યા પૈકી જે ઉમેદવારનું નામ બોલવામાં આવે ત્યારે જો તેમની તરફેણમાં મત આપવા ઇચ્છતા હોય હાથ ઉંચો કરી મત જાહેર કરવા તમામ સભ્યોને જણાવવામાં આવ્યું હતું ઉમેદવારોની સામે દર્શાવ્યા મુજબના સભ્યોએ સંબંધિત ઉમેદવારની તરફેણમાં તેમના મત પોતાનો હાથ ઉચો કરી જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ભાજપ પક્ષ તરફ થી મેડેડ પ્રમુખ પદ માટે રેખાબેન મૃગેન્દ્ર ત્રિવેદી ને મળ્યું હતું અને ઉપ પ્રમુખ માટે કલ્પેશ ભટ્ટ ને મળ્યું હતું.
આ ઉમેદવારો પૈકી ૨૮ મેમ્બરો માંથી મયુરી બેન વિકાસ ભાઈ પટેલ ને ૧૫ મેમ્બરો એ હાથ ઊંચા કરી સમર્થન આપ્યું હતું. જેમાંથી ૪ ઉમેદવારો દ્વારા પક્ષ વિરુદ્ધ વોટિંગ કર્યું હતું. જેથી ભાજપ પક્ષના મેન્ડેડ આપેલ ઉમેદવાર રેખાબેન ને ૧૩ વોટ મળતા ભાજપ પક્ષ નગરપાલિકા માં સામ્રાજ્ય સ્થાપવા માં નિષ્ફળ નીવડ્યો હતો અને હાર નો સામનો કરવો પડ્યો હતો.
જેથી અપક્ષ ઉમેદવાર મયુરી બેન વિકાસ ભાઈ પટેલ પ્રમુખ પદ માટે વિજય જાહેર થયા હતા. તથા ઉપપ્રમુખ માટે પૂર્વ પ્રમુખ ભાજપના રાજેશ ભાઈ પટેલ દ્વારા ફાર્મ ભરવામાં આવ્યું હતું બાદ પરત ખેચ્યું હતું તેથી જ્યારે ઉપપ્રમુખ માટે કલ્પેશ ભાઈ સામે ઉમેદવારી ના નોધતાં ઉપપ્રમુખ પદ માટે બિન હરીફ ચૂંટાઈ આવ્યા હતા.
