વડોદરા: ડભોઇ તાલુકાના ચાંદોદ ખાતે શ્રાધ્ધ પક્ષ શરૂ થતાની સાથે જ શ્રદ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકતા લોકોમાં નારાજગી..

vadodara
રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ

ડભોઇ પંથકના યાત્રાધામ ચાંદોદ ખાતે પિતૃમોક્ષ સહિતની વિધિઓ કરી શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી હોતી કહેવાય છે કે ગંગાસ્નાન, યમુનાસ્નાન અને નર્મદાના માત્ર દર્શનથી પાપોનો નાશ થાય છે હાલ તાલુકાના યાત્રાધામ ચાંદોદની વાત કરીએ તો હાલ ઉપરવાસના વરસાદને લઇ ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સપાટી સર કરી જતા તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૧૧ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું જેની સીધી અસર ડભોઇ તાલુકાના નર્મદા કાંઠા પર આવેલા ૧૮ જેટલા ગામોમાં વર્તાતી જોવા મળી તેમાંય ખાસ કરીને દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ અને કરનાળી પંથકમાં તો પાણી પડતા થઈ ચૂક્યા છે ગ્રામજનો તો મુસીબતનો સામનો કરી રહ્યા છે આવા સંજોગોમાં તંત્ર દ્વારા અસરગ્રસ્તોની વહારે આવવાના બદલે મનસ્વી નિર્ણય લઇ પૂરગ્રસ્તો તેમજ ગ્રામજનોને પણ હેરાનગતિમાં મૂકી દીધા છે. હાલ જ્યારે પાણીના પુરને લઇ રોડના માર્ગો તો સદંતર બંધ થઈ ચૂક્યા છે. ત્યારે અવરજવર માટે બોટ કે નાવ જ આ સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી ત્યારે તંત્ર દ્વારા બોટ ચલાવવા પર પ્રતિબંધ મુકતા પૂરગ્રસ્તો માટે મદદરૂપ થવાની કોઈ પણ પ્રકારની જગ્યા ન રહેતા અનેક વિપદાઓ વેઠવાનો વારો આવ્યો છે.

છેલ્લા ૨૪ કલાકથી નવા આવેલા આઇએસ પ્રાંત અધિકારી શિવાની ગોયેલ દ્વારા મૂકવામાં આવેલો પ્રતિબંધ ઉઠાવવા બાબતે પણ વારંવાર રજૂઆતો કરવા છતાં તેઓ એક ના બે થઈ રહ્યાં નથી એટલું જ નહીં આજે સેંકડો કિલોમીટર કાપીને મનનો ઉત્તર ક્રિયા કરવા માટે આવતા શ્રદ્ધાળુઓને પણ ચાણોદમાં એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી મનસ્વી નિર્ણય લેનાર આ પ્રાંત અધિકારી શું સિદ્ધ કરવા માગે છે તે પણ સમજાતું નથી. ત્યારે દૂર દૂરથી આવતા આવા શ્રદ્ધાળુઓને તો નર્મદા પર શ્રદ્ધા હોય જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથીનું સાર્થક કરતા જોવા મળી રહ્યા છે. ભલે ચાંદોદમાં એન્ટ્રી ન મળે પરંતુ નર્મદાના કાંઠા વિસ્તારમાં જ મરણોત્તર ક્રિયા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી પિતૃઓનું તર્પણ કરી પિતૃ મોક્ષ પ્રાપ્ત થાય તે હેતુથી ચાંદોદથી કિલોમીટર દુર ક્યાંક હરસિધ્ધિ માતાના મંદિરે કે પછી વિવિધ આવેલા આશ્રમોના ગેટ પર બેસી પિતૃમોક્ષ માટેની પૂજા અર્ચના કરી પોતાની નર્મદા પ્રત્યેની અપાર શ્રદ્ધાના દર્શન કરાવ્યા છે ત્યારે મનસ્વી નિર્ણયો લઇ પૂરગ્રસ્તો કે ભાવુક શ્રદ્ધાળુઓને સહાયરૂપ થવાની વાત તો બાજુ પર પણ કેવળ હેરાન ગતિ જ થાય તેવા નિર્ણયો લઇ આ તંત્ર શું સાબિત કરવા માંગે છે હજી સુધી સમજાતું નથી, જેને લઇ પૂરગ્રસ્તો ગ્રામજનો અને બહારથી આવતા નર્મદા નદીના શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ ભભૂકતો જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *