રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવરમાં મોટી માત્રામાં પાણીની આવક વધી રહી છે. સરદાર સરોવરમાં લાખો ક્યુસેક પાણી આવતાં સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી પાસે સિસોદ્રા ગામમાં પાણી ફરી વળતા હજારો ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે.પ્રાપ્ત માહિતી અનુસાર ઉપરવાસમાં નર્મદા ડેમમાંથી પાણી છોડાતા સિસોદ્રા ગામને હજારો એકર ખેતીને નુકસાન થયું છે. શેરડી, કપાસ જેવા પાકોને નુકસાન અને સર્વનાશ થઈ ગયું છે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે અમને વહેલી તકે યોગ્ય સહાય અને યોગ્ય વળતર આપવાની વિનંતી કરવામાં આવી છે.