નર્મદા: રાજપીપળા શહેર સહિત નર્મદા માં આનંદચૌદના દિવસે નિયમોનુસાર ગણેશજીની નાની પ્રતિમાઓનું વિસર્જન કરાયું.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

કોરોના વાયરસ વચ્ચે સરકારે મોટી પ્રતિમાઓ,મંડપ સહિત ની પરવાનગી આપી ન હોવાથી રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે કોરોના વાયરસ ના કારણે ગણપતિ સહિત ના મોટા ઉત્સવો સાદાઈ થી મનાવવા જણાવાયું હોય જેમાં ભક્તો એ બે ત્રણ ફૂટ ની મૂર્તિ જ બેસાડી હતી ત્યારે આનંદ ચૌદસ ના દિવસે રાજપીપળા દરબાર રોડ સ્થિત રત્ન ગણેશ મંદિર માં પણ નાની ગણેશની પ્રતિમાઓની સ્થાપના જે છેલ્લા 80 વર્ષ થી કરાઈ છે જેમાં પોતાની માનતા વ્યકત કરી ભક્તો એ આ વર્ષે પણ સ્થાપના કરી હતી.જેનું અનંદચૌદસે સાદાઈ થી વિસર્જન કરાયું હતું.

રત્ન ગણેશ મંદિર ના મહારાજ મહેશભાઈ ઋષી એ જણાવ્યું હતું રાજપીપળા શહેર માં અસંખ્ય ભક્તો એ સ્થાપના કરેલી નાની પ્રતિમાઓનું આજના દિવસે નદી માં વિસર્જન કર્યું હતું જેમાં આજે છેલ્લો દિવસ આનંદચૌદસ નાં દિવસે રાજપીપળા કરજણ નદી ના કિનારે ગણેશ ભક્તો એ નિયમોનુસાર દુંદાળા દેવ નું આવતા વર્ષે ફરી પધારજો ના નાદ સાથે વિસર્જન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *