મોરબી: વેગડવાવ ગામની સીમમાં ગોચર જમીન હડપ કરવા મામલે ગામલોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જમીન ખાલી કરવાની કરી માંગ.

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ શહેર ની સીમ અને ગ્રામ્ય વિસ્તારોની સીમમાં ગોચર જમીન માથાભારે શખ્સો અને રાજકીય આગેવાનોના મળતિયાઓ ગોચર જમીન કબજે કરી ને હડપ કરી ને તંત્રની એસી તેસી‌ કરતા હોય ત્યારે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે વેગડવાવ ગામ માં હળવદ તાલુકાના વેગડવાવ ‌ગામની સીમમાં સવૅ નંબર ૨૫૮ થી ખાતા નંબર ૨૬૨ પર ચાલતી ખેતીની પડતર જમીન ગૌચર તરીકે ઓળખાય છે.

સરકાર દ્વારા વેગડવાવ ગ્રામ પંચાયતને ૧૯૭૨માં હળવદ મામલતદાર એ ગત તારીખ ૭/૨/૧૯૭૨ હુકમ કર્યો હતો આ જમીન ગૌચર તરીકે રાખવાની હોય ખેડાણ થઈ શકે નહિ જે વખતે નોંધ રેવન્યુ નંબર નોધ નંબર ૧૫૦૩ થી પ્રમાણિક થયેલ હતી ૪૦ વર્ષ ગૌચર જમીન પડતર જમીન વેગડવાવ ગ્રામપંચાયત હસ્તક‌ હતી ત્યારે વેગડવાવ માલણીયાદ તથા આજુબાજુના ગામના માલઘારીઓ પશુપાલકો અને ખેડૂતો ઓ ના માલ ઢોર પશુઓને ઘાસચારો ચરી ખાતા હતા ત્યારે આ જમીન સરકારના હુકમ વગર ગોચરની જમીન ઇસનપુર ગામ ના કરસનભાઈ ગંગારામભાઈદલવાડી. ટપુભાઈ ગંગારામભાઈ દલવાડી .નરસિંહભાઈ ગંગારામભાઈદલવાડી. રણછોડભાઈ ગંગારામભાઈ દલવાડી. સહિત ચાર શખ્સોએ ગેરકાયદેસર જમીન ખેડાણકરી સરકારની લાખો રૂપિયાની જમીન પર વાવેતર કરી કરી ને હડપ કરી ને કબજે કરતા આબાબતે વેગડવાવ ગામ ના પ્રવિણભાઈ .દેવરાજભાઈ દલવાડી અને ગામલોકોએ જિલ્લા કલેક્ટર નાયબ કલેકટરને તેમજ મામલતદારને લેખિતમાં રજૂઆત કરી ગેરકાયદેસર રીતે કબજો કરેલી ગોચર જમીન ખાલી કરવાની માંગ કરી હતી.

આગામી દિવસોમાં તંત્ર દ્વારા આ જમીન ખાલી કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ગામલોકોએ આપી હતી આ અંગે ગામના વેગડવાવ ગામ ના પ્રવીણભાઈ દલવાડી જણાવ્યા પ્રમાણે અમારા ગામની સીમમાં ઘણા વર્ષોથી ઇસનપુર ગામ ૪ શખ્સોઓ ‌ગોચર જમીન કબજે કરી કરી લાખો રૂપિયાની જમીન કબજે કરી અમારા ગામના તેમજ આસપાસના ગામોના માલ ઢોર ઓ ઘાસચારો ચરી ખાતા હતા તે પણ બંધ થઈ ગયુ માટે તંત્ર દ્વારા સત્વરે ગૌચર જમીન ખાલી કરાવે તેવી જણાવ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *