જૂનાગઢ: કેશોદના નાની ઘંસારી ગામે વિજ શોક લાગતા ખેડુત પિતા પુત્રનું મોત..

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

વાડીએ ઇલેકટ્રીક મોટરનુ સ્ટાટર રીપેર કરતા સમયે વિજ શોક લાગ્યો હોવાનું અનુમાન

કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે વાડી વિસ્તારમાં રહેતા ખેડુત માલદેભાઈ નાથાભાઈ હડીયા અને તેમના શિક્ષક પુત્રભીમશીભાઈ માલદેભાઈ હડીયાનું વિજ શોક લાગતા મોત નિપજ્યું હતું. ખેડુત પિતા પુત્ર બન્ને પોતાની વાડીએ ઇલેકટ્રીક સ્ટાર્ટર રીપેરીગ કરી રહ્યાં હતાં ત્યારે અકસ્માતે વિજ શોક લાગતાં ૧૦૮ ટીમ દ્વારા કેશોદની સિવિલ હોસ્પિટલે પહોંચાડયા હતાં ત્યારે ફરજ પરના ડોકટરે બન્નેને મૃત જાહેર કર્યા હતાં.

મૃતકની લાશોને પીએમ માટે મોકલી આપવામાં આવી હતી.પિતા પુત્રના મોતથી નાની ઘંસારી ગામમાં માતમ છવાયો હતો. મૃતક ભીમશીભાઈ માલદેભાઈ હડીયા પંચાળા પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. મેઘરાજાએ વિરામ લેતાં વરાપ નીકળતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પોતાની મોલાત બચાવવા ચિંતાગ્રસ્ત હોય છે જેથી અતિવૃષ્ટિ ને કારણે ખેતરોમાં ભરાઈ ગયેલાં પાણીને પંપીંગ દ્વારા બહાર કાઢવામાં વ્યસ્ત બન્યાં છેે ત્યારે અકસ્માતે જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. કેશોદ તાલુકાના નાનકડાં એવાં નાની ઘંસારી ગામે એક જ પરિવારના બે મોભીનું મૃત્યુ થતાં અરેરાટી પ્રસરી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *