નર્મદા: ગતરોજ સાંજે ૫:૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૩ મીટરે નોંધાઇ.

Latest Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આજે તા. ૧ લી સપ્ટેમ્બર,૨૦૨૦ ને મંગળવારના રોજ સાંજે ૫=૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૩ મીટરે નોંધાઇ હતી. હાલમાં ડેમના ૨૩ દરવાજામાંથી ૧૦.૭૦ લાખ ક્યુસેક પાણી ભરૂચ તરફ વહી રહ્યુ છે. રિવરબેડ પાવર હાઉસમાં ૧૨૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન કર્યા બાદ ૪૦ હજાર ક્યુસેક જેટલું પાણી ભરૂચ તરફ વહી રહ્યુ છે. આ ઉપરાંત કેનાલહેડ પાવરહાઉસ ખાતે ૨૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન થઇ રહી છે અને ૧૭ હજાર ક્યુસેક જેટલુ પાણી મુખ્ય કેનાલ તરફ વહી રહ્યુ છે.

આજે સવારના ૮=૦૦ કલાકથી ઇન્દિરા સાગર ડેમ ખાતેથી ૪ લાખ ક્યુસેક જેટલા પાણીનો ઘટાડો કરવામાં આવ્યો છે. સવારે ૮=૦૦ કલાકે ૧૧.૪૦ લાખ ક્યુસેકમાંથી ઘટાડીને ૭.૪૦ લાખ ક્યુસેક પાણીનો આઉટફલો કરવામાં આવ્યો છે. જેને કારણે સરદાર સરોવર ડેમ ખાતે આજે રાત્રે ૧૦=૦૦ કલાક પછી પાણીની આવકમાં ઘટાડો નોંધાશે, જે આશરે ૭ લાખ ક્યુસેક જેટલું હશે.

હાલમાં સરદાર સરોવર નિગમના ડેમ ખાતેના કાર્યરત ઉચ્ચાધિકારીશ્રીઓ પાણીની આવક અને જાવક ઉપર સતત ચાંપતી નજર રાખી રહ્યાં છે અને ભરૂચ, નર્મદા તથા વડોદરા જિલ્લાના કલેક્ટરશ્રીઓ સાથે સતત સંપર્કમાં રહીને પાણીની આવક-જાવકનું મોનીટરીંગ કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *