રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા
વડોદરા ના નાગરવાળા વિસ્તાર માં કોરોના કાળ મા રેડ ઝોન જાહેર કરતા વડોદરા મહાનગર સેવા સદનના વોર્ડ ૮ ના અધિકારી અને કોન્ટ્રાકટર નગરસેવક દ્વારા દોઢ કરોડના પતરા અઢી કરોડમાં ખરીદયા હતા તયારે આ ભ્રષ્ટાચાર બહાર આવતા આ પતરાં જોવા આવેલ તયારે આ જગ્યાએ હજારોના પણ પતરા ખરીદયા હોય તેવું દેખાયું ન હતું અને પછી આ બાબતે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ માહિતી માંગવામાં આવી હતી તેમજ મ્યુ કમિશનર ચેરમેન અને વિજિલન્સ તપાસની માગણી કરવામાં આવી હતી હાલ વડોદરા મહાનગર સેવા સદનના વોર્ડ ૮ માં નવા પતરા લાવવવમાં આવ્યા છે અને તેના પર એસિડ કે કોઈ જ્વલનશીલ પદાર્થ નાખી જુના કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આજ રોજ રુબરુ વોર્ડ ૮ મા આવી પતરા જોઈ તપાસ હતા તયારે બાજુમાં મુકેલ પીપડા માંથી એસિડ કેમિકલ ની બોટલો પણ પકડાઈ હતી આ નવા જુના પતરાં નો ભેદ જુના પતરા માં કાણા છે અને તાર લગાવેલ છે જયારે નવા પતરા માં કોઈ કાણા ન હતા કે તાર લગાવેલ ન હતા અમારી સીધી બીજી માંગ છે કે પતરાં કાંડ મા જે અધિકારીઓ નગરસેવકો કોન્ટ્રાકટર ફસાયેલા છે તેમની સામે સ્ટેટ વિજિલન્સ મુકવામાં આવે અને હાલ નવા પતરા ક્યાંથી ક્યારે ખરીદયા છે તેની પણ તપાસ મ્યુ કમિશનર શ્રી મેયર શ્રી કરે નહિ તો ટુક જ દિવસમાં આંદોલન કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેવા વિનંતી છે.