રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા
સત્ય અને અહિંસાના પૂજારી ધોતી પોતળી પહેરીને અંગ્રેજો સામે અહિંસક આંદોલન ચલાવી ને દેશ ને આઝાદી અપાવી તેવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની પ્રતિમા આજે દયનિય હાલતમાં વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ પાસે છે જ્યાં દરરોજ કેટલાય નાગરિકોની અવર જવર છે તેવી જગ્યાએ આવેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની પ્રતિમાનો કલર ઉખડી ગયો છે પોપડા થઈ ગયા છે ચશ્માં પણ બગડી ગયા છે જાણે કે આ વડોદરા શહેરના રાજકારણીઓ અધિકારીઓ ફક્ત રાષ્ટ્રીય તહેવારે ફોટો સેશન કરવા જ આ પ્રતિમા બનાવી હોય તેવું લાગી રહ્યું છે સત્ય અહિંસા નો વાત હોય કે દાંડી યાત્રા હોય કે પછી અન્ય વાતો હોય જે તમામ નાગરીક સ્વીકારે છે અને મહાત્મા ગાંધીજી ને રાષ્ટ્રપિતા માને છે એક સ્ત્રી નાહવા ધોવા માટે એક જ કપડું હતું તે દરિદ્રતા જોઈ ત્યારથી જ પોતે ધોતી પોતળી પહેરીને મરણ સુધી રહ્યા. વડોદરા શહેરના જાડી ચામડીના રાજકારણીઓ અધિકારીઓ પોતે દરરોજ ન્હાય છે નવા કપડાં પહેરે છે અને આજ રસ્તા થી અવર જવર કરે છે તો કેમ આ જાડી ચામડીના લોકોને આ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની પ્રતિમા દેખાતી નથી લાખો રૂપિયા નું કેમિકલ આવે છે તેનાથી દરરોજ પ્રતિમા ની સાફસફાઈ કરવાની હોય છે તે કેમિકલ ક્યાં ગયું ? ક્યાં ગયા સાફસફાઈ કરનાર જવાબદાર અધિકારીઓ વિશ્વમાં જેમનું નામ છે સાથે માનનીય પ્રધાનમંત્રી પણ સ્વચ્છતા અભિયાન હેઠળ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ને નમન કરતા હોય તયારે કેમ વડોદરા મહાનગર સેવા સદન આવી મોટી ભૂલ કરે છે આ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા વહેલી તકે સારી નહિ કરે તો સત્ય અહિંસા ના માર્ગે અદોલન કરવામાં આવશે.